લજાઈ ગામે બહેનોએ વરુણદેવને રીઝવવા ઢુંઢીયા દેવની યાત્રા કાઢી

- text


મોરબી : મોરબી જિલ્લામાં વરસાદ ખેંચાતા લોકો હવે ઈશ્વરના શરણે આવીને વરુણદેવને રીઝવવા માટે અંતઃકરણ પૂર્વક પ્રાર્થના કરી રહ્યા છે.ત્યારે ટંકારાના લજાઈ ગામે ગોપી મંડળની બહેનોએ વરુણદેવને રીઝવવા માટે ઢુંઢીયા દેવની યાત્રા કાઢીને આખા ગામમાં ફેરવી હતી અને મેઘરાજાને મન મુકીને વરસી પડવાની પ્રાર્થના કરી હતી. મોરબી જિલ્લામાં ગત વર્ષનું ચોમાસુ નબળું રહ્યું હતું.આ માઠાવર્ષનો ડામ હજુ રૂઝાયો ન હોય ત્યારે આ વખતે પણ ચોમાસુ વિલંબિત થતું હોવાથી ખેડૂતોની કફોડી હાલત થઈ ગઈ છે.આ વર્ષે ચોમાસુ શરૂ થતાની સાથે જાણે મેઘરાજા મન મુકીને વરસવામાં કંજુસાઈ કરતા હોય તેમ હજુ સુધી સામાન્ય વરસાદ પડતાં અને વરસાદનો ધોરી માસ ગણાતા ભર અષાઢ કોરો ધકોડ જતો હોવાથી ખેડૂતો વર્ગ ભારે નિરાશ થઈ ગયો છે.આથી ખેડૂતો ઈશ્વરને આરાધના કરી રહ્યા છે કે, હવે તો બાપલીયા વરસ. મોરબી જિલ્લામાં ઠેરઠેર મેઘરજાને મનાવવા રામઘુન ચાલી રહી છે.ત્યારે ટંકારાના લજાઈ ગામે વર્ષોની લોકવાયકા મુજબ વરુણદેવને રીઝવવા માટે ગામની ગૌશાળા ગોપી મંડળની બહેનોએ માટી માંથી ઢુંઢીયા દેવની મૂર્તિ બનાવી યાત્રા કાઢી આખા ગામમાં ફેરવી હતી.જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈને મેઘરાજાને મન મુકીને વરસી પડવાની પ્રાર્થના કરી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text