મોરબી : ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરુપૂર્ણિમા ઉજવાઈ

- text


મોરબી : ભારત વિકાસ પરિષદની મોરબી શાખામાં ગુરુપૂર્ણિમા નિમિતે ગુરુવંદન અને છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપ્રેમી સંસ્થા ભારત વિકાસ પરિષદની મોરબી શાખા દ્વારા ગુરુવંદન અને છાત્ર અભિનંદન કાર્યક્રમનું ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં ગુરુ છાત્ર સંબંધોમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર વિશ્વાસ સુદ્રઢ બને, છાત્રો દ્વારા ગુરુઓ પ્રત્યેનો પૂજ્ય ભાવ વધે અને છાત્રોને ગુરુઓ દ્વારા છાત્રોને નવી પ્રેરણા અને પ્રોત્સાહન મળે તે માટે આ પ્રકારના કાર્યક્રમો દર વર્ષે યોજાય છે.

- text

આ કાર્યક્રમ અંતર્ગત આ વર્ષે ન્યુ ઓમશાંતી વિધાલય મોરબી, ગાળા પ્રાથમિક શાળા, ગીબ્સન મીડલ સ્કુલ, લખધીરનગર પ્રાથમિક શાળા, પીપળી પ્રાથમિક શાળા, નાગલપર પ્રાથમિક શાળા સહિતની મોરબી જીલ્લાની વિવિધ 15 શાળાઓમાં અવનવા કાર્યક્રમોની હારમાળા સર્જાઈ હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબીના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, મંત્રી હરેશભાઇ બોપલીયા, ડો. પનારા, પંકજભાઈ ફેફર, રાવતભાઈ કાનગડ, અશ્વિનભાઈ રાઠોડ, હરદેવભાઈ ડાંગર, યોગેશભાઈ જોશી, દિલીપભાઈ પરમાર સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text