મોરબીની યુવતીને CISFની ભરતીમાં અન્યાય : નિયત સમયમાં ડોક્યુમેન્ટ જમા કરાવવા છતાં ન સ્વીકાર્યા

- text


મામલતદારનું જાતિનું પ્રમાણપત્ર આપવા 2 દિવસનો સમય અપાયો ‘તો : બીજા દિવસે પ્રમાણપત્ર જમા કરાવવા ગયા તો ભરતી પૂર્ણ થઈ ગઈ હોવાનો ફતવો બહાર પાડી દેવાયો

મોરબી : મોરબીની યુવતી સાથે CISFની ભરતીમાં અન્યાય થયો હોવાનું સામે આવ્યું છે.આ યુવતીએ નિયત સમયમાં ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હોવા છતાં તેને ભરતી પૂર્ણ થઈ ગઈ હોવાનો ફતવો બહાર પાડીને જતા રહેવાનું કહી દેવામાં આવ્યું હતું. આમ ભરતીમાં થયેલા અન્યાયાની યુવતીએ તપાસની માંગ ઉઠાવી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા શીતલબેન બાબુલાલ ભંખોડિયાએ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સની વડોદરા ખાતે પરીક્ષા આપી હતી. જેમાં પ્રથમ રાઉન્ડ ફિઝિકલ ટેસ્ટનો હતો. જે તેઓએ પાસ કરી લીધો હતો. ત્યારબાદ તા. 16ના રોજ ડોક્યુમેન્ટ જમા કરાવવાના હતા. આ વેળાએ શીતલબેનનું જાતિનું પ્રમાણપત્ર તાલુકા પંચાયતનું હોય તેને અમાન્ય ગણવામાં આવ્યું હતું.

ભરતી કેન્દ્ર ખાતેથી કહેવામાં આવ્યું હતું કે અહીં માત્ર માલતદારનો જ જાતિનો દાખલો ચલાવવામાં આવશે. તમારે બે દિવસમાં આ દાખલો જમા કરાવવો પડશે. આમ અહીં મામલતદારનો જાતિનો દાખલો જમા કરાવવા માટે તા. 18 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જેથી શીતલબેન તાત્કાલિક શીતલબેન મોરબી આવ્યા હતા. અહીં તેને મામલતદારનો જાતિનો દાખલો કઢાવ્યો અને તે લઈને આજે સવારે સીધા ભરતી કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. પરંતુ અહીં તેઓને ભરતી પૂર્ણ થઈ ગઈ હોવાનો ફતવો બહાર પાડીને જતા રહેવાનું કહેવામાં આવ્યું હતું.

- text

આ અંગે શીતલબેને કહ્યું કે તેઓએ મહેનતપૂર્વક તૈયારી કરીને CISFની ફિઝિકલ ટેસ્ટ પાસ કરી હતી. બાદમાં ડોક્યુમેન્ટ એરર કાઢવામાં આવી હતી. જો કે ત્યાંથી બે દિવસનો સમય અપાયો હતો. અને તેઓ હેમખેમ રીતે નિયત સમય મર્યાદામાં આ ડોક્યુમેન્ટ ત્યાં જમા કરાવવા પહોંચ્યા હતા. તેમ છતાં આ ડોક્યુમેન્ટ અહીં સ્વીકારવામાં આવ્યું નથી. આ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text