વાંકાનેર : ઠીકરીયાળી પ્રાથમિક શાળામાં ગુરુવંદના કાર્યક્રમ ઉજવાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાની ઠીકરીયાળી પ્રાથમિક શાળામાં ગઈકાલ તારીખ 16ને મંગળવારે ગુરુપૂર્ણિમા નિમિતે ગુરુવંદના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. વાંકાનેરની ઠીકરીયાળી પ્રાથમિક શાળામાં ગઈકાલે ગુરુપૂર્ણિમા પર્વની શાળાના આચાર્ય મુકેશભાઈ સવસાણી અને એસએમસી અધ્યક્ષ જીતેશભાઇ માલકિયાની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં શાળાના બાળકો દ્વારા સ્પીચ આપવામાં આવી હતી તથા બાળકોએ શિક્ષકોને કાર્ડ આપી તથા કંકુ ચોખાનું તિલક કરીને અને ગુરુપૂર્ણિમાનું મહત્વ સમજાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક હિતેષભાઇ દેવૈયાએ કર્યું હતું તથા બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text