હળવદ : કડબ ઉછીની લેવા મામલે થયેલી મારામારીના કેસમાં બે આરોપીને બે વર્ષની કેદ

- text


વર્ષ 2014માં થયેલી મારામારીના કેસનો હળવદ કોર્ટે ચુકાદો આપ્યો

હળવદ : હળવદમાં વર્ષ 2014માં કડબ ઉછીની લેવા બાબતે એક યુવાન પર બે શખ્સોએ હુમલો કર્યાનો કેસ આજે હળવદની કોર્ટમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલની ધારદાર દલીલો અને પુરાવાને ધ્યાને લઈને બે આરોપીઓને દોષિત ઠેરવીને બન્નેને બે વર્ષની સજા ફટકારી હતી.

- text

આ કેસની પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદમાં રહેતા દિનેશભાઇ નરસીભાઈ સુરેલાને ગતતા.12/12/2014ના રોજ દીપાભાઈ છેલાભાઈ ભરવાડ અને ભીમાભાઈ કાળુભાઇ ભરવાડે 2 કિલો ઉછીની કડબ લેવા બાબતે લાકડી વતી માર માર્યો હતો.બાદમાં દિનેશભાઇ સુરેલાએ આ બન્ને શખ્સો સામે હુમલો કર્યાની ફરિયાદ હળવદ પોલીસ મથકે નોધાવી હતી અને જે તે સમયે હળવદ પોલીસે આ મારામારી કેસની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમ્યાન આજે આ મારમારીનો કેસ હળવદની જ્યૂડી. મેજી. બી.એમ.રાજ સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એ.પી.માલવણીયાની ધારદાર દલીલો અને ફરિયાદી પક્ષે રજૂ કરાયેલા 14 મૌખિક અને છ દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને કોર્ટે આ કેસમાં બન્ને આરોપીઓને દોષિત ઠેરવીને બે વર્ષની કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text