માળીયા : 16મીએ ગુરુપૂર્ણિમા નિમિતે લોક ડાયરો

માળીયા : માળીયા તાલુકાના મહેન્દ્રગઢ ખાતે બોળા હનુમાનજી મંદિરમાં તારીખ 16ને મંગળવારે રાત્રે 9;00 કલાકે ગુરુપૂર્ણિમા નિમિતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન હરેશભાઇ પટેલ તથા બજરંગ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના કલાકારો ભરતદાન ગઢવી, હકાભા ગઢવી, ભજનિક દેઉભા જાડેજા, ભજનિક પ્રવીણદાન ગઢવી, સંતવાણીના કલાકારો ભરત મહારાજ, નરેન્દ્રસિંહ જાડેજા, બેન્જોવાદક લાભુદાન ગઢવી, તબલાવાદક અનિલ ઉસ્તાદ અને કાનો ઉસ્તાદ, મંજીરાવાદક ચિરાગભાઈ હળવદના પવનસુત સાઉન્ડના સથવારે રંગ જમાવશે. આ કાર્યક્રમનો લાભ લેવા માટે આયોજકો તથા બોળા હનુમાનજી મંદિરના મહંત વલ્લભદાસજી બાપુએ અનુરોધ કર્યો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne