વાંકાનેર : ખેતરમાં ઢોર ચરાવવાની ના પાડતા ખેડૂત પર હુમલો

- text


વાંકાનેર : વાંકાનેરના ગારીડા ગામે ખેતરમાં ઢોર ચરાવવાની ના પાડતા ઉશ્કેરાયેલા બે શખ્સોએ ખેડૂત પર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના ગારીડા ગામે રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા ગુલાબભાઈ વલીમામદ માથકિયા(ઉ.વ.40) નામના ખેડૂત ગઈકાલે પોતાના ખેતરે હતા. તે સમયે કાનાભાઈ રામાભાઈ રાજગોર અને મહેશભાઈ લાખાભાઈ રાજગોર નામના બે શખ્સો તેમના ખેતરે આવ્યા હતા અને ખેડૂતે ઉનાળામાં ઢોરને પોતાના ખેતરમાં ચરાવવાની ના પાડી હોવાથી આ બાબતનો ખાર રાખીને બન્ને આ શખ્સોએ ખેડૂતને પાઇપ તથા ઢીકાપાટુનો માર મારી તેમજ તેમના હાથની આંગળીઓમાં બચકું ભરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ખેડૂતે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text