વાંકાનેરમાં અષાઢીબીજે રથયાત્રાના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઇ

- text


વાંકાનેર : વાંકાનેરના સમસ્ત ભરવાડ સમાજ દ્વારા અષાઢી બીજ મહોત્સવને મચ્છુ માતાજીના પ્રાગટય દિન તરીકે ઉજવણી કરે છે ત્યારે આ વખતે અષાઢી બીજે મચ્છુ માતાજીનો જુનો થડો એટલે કે ગ્રીન ચોકથી આ રથયાત્રાનું પ્રસ્થાન થશે જ્યાંથી જીનપરા ચોક થઈ નેશનલ હાઈવે અને ત્યારબાદ મીલ પ્લોટ માં આવેલ મચ્છુ માતાજીના મંદિરે આ રથ યાત્રાનું સમાપન થશે જ્યાં ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં પધારવા સમસ્ત ભરવાડ સમાજ, મીલપ્લોટ હસનપર યુવા ગૌપાલક સમિતિ દ્વારા ભાવ ભર્યું આમંત્રણ આપવામાં આવેલ છે. આ રથયાત્રાના અનુસંધાને વાંકાનેર સીટી પીઆઇ એચ.એન. રાઠોડ ના અધ્યક્ષતામાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ જેમાં ભરવાડ સમાજ, મુસ્લિમ સમાજ, વેપારીઓ અને વાંકાનેરના નાગરિકોએ હાજર રહી શાંતિપૂર્ણ માહોલમાં આ શોભાયાત્રા બધાના સહકારથી યોજવામાં આવશે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text