માટેલ રોડ પર પાયલોટિંગ સાથે કારમાં હેરફેર થતો દારૂ બિયરનો જથ્થો ઝડપાયો

- text


પાયલોટિંગ કાર સહિત બે કારમાં 3 બુટલેગરને 12.23 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી મોરબી એલ.સી.બી.

વાંકાનેર : વાંકાનેર નજીક માટેલ રોડ પર વિદેશી દારૂ હેરફેર થતો હોવાની ચોક્કસ બાતમીના આધારે મોરબી એલસીબી ટીમે વોચ ગોઠવીને પાયલોટિંગ કરી રહેલી કાર સાથે અન્ય કાર મળી કાર સવાર ત્રણ ઇસમોને વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે જ્યારે અન્ય એક-બે શખ્સોના નામ ખુલતા તેને ઝડપી પાડવાની કવાયત આદરી છે.

મોરબી એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે માટેલ મોરબી રોડ પર વિદેશી દારૂની હેરફેર થવા જઈ રહી છે. આથી મોરબી એલસીબીની ટીમ દ્વારા માટેલ રોડ પર અમરધામ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમ્યાન GJ 1 KP 8297 નંબરની કાળા કલરની આર્ટિગા કાર રોકી તેની તલાશી લેવામાં આવતા કારમાંથી 45 બોટલ વિદેશી દારૂ અને 12 બિયરના ટીન મળી આવ્યા હતા. આથી કારમાં બેસેલા ગેલાભાઈ ભીખાભાઇ નૈયા, રહે જેલ રોડ મોરબી વાળાની અટકાયત કરાઈ હતી. આ કારને પોલીસથી બચાવવા માટે પાયલોટિંગ કરી રહેલ ક્રેટા કાર નંબર GJ 36 B 881માં સલીમ ઇસ્માઇલ સુમરા, રહે. વેજપર શેરી નંબર 12 અને રબારીવાસમાં રહેતા સાગર નવઘણ સાવધારને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. આમ બે કાર , છ મોબાઈલ અને દારૂ-બિયર મળી કુલ 12.23 લાખના મુદ્દામાલ સાથે ત્રણેય ઈસમોને કસ્ટડીમાં લઈ વધુ એક ઈસમ માથક ગામના રહેવાસી અજય રૂડાભાઈ કોળીનું નામ ખુલતા એને પણ ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text