મોરબી નજીક વધુ એક વખત નર્મદાની લાઈનમાં ભંગાણ : 17 ગામો 4 દિવસ સુધી રહેશે તરસ્યા

- text


તા. 3 થી પાણી વિતરણ રાબેતા મુજબ શરૂ થશે : અવાર નવાર પાણીની લાઇન તૂટતા લોકો પરેશાન

મોરબી : મોરબીના શનાળા નજીકથી પસાર થતી નર્મદાની પાઇપલાઇનમા વધુ એક વખત ભંગાણ આવ્યું છે. જેના કારણે મોરબીના 17 ગામો 4 દિવસ સુધી તરસ્યા રહેવાના છે. આગામી તા. 3થી આ લાઇન મારફતે પાણી વિતરણ શરૂ થવાનું છે.

- text

મોરબી તાલુકાના શનાળા ગામ પાસેથી નર્મદાની ( જીડબ્લ્યુ એસ.સી.7 બલ્ક) પાઇપલાઇન નીકળે છે. જે જામનગર સુધી જાઇ છે. આ પાઇપલાઇન મારફતે મોરબીના અનેક ગામડાઓ તેમજ જામનગર શહેરને પાણી પૂરું પાડવામાં આવે છે. આ પાઇપલાઇનમા ભંગાણ થતા નાની વાવડી, બગથળા, ગોખીજડિયા, વનાળિયા, જેપુર, લક્ષ્મીનગર, જુના સાદુરકા, નવા સાદુરકા, ભરતનગર, તારાપર, અમરનગર, શક્તિનગર, રવાપર નદી, હરીપર, કેરાળા, નવી જૂની પીપળી અને મહેન્દ્રનગર ગામમાં આવતીકાલથી તા. 3 જુલાઈ સુધી પાણી વિતરણ બંધ રહેવાનું છે.

આમ પાઇપલાઇનમા ભંગાણના કારણે મોરબી તાલુકાના 17 ગામો આગામી 4 દિવસ સુધી તરસ્યા રહેવાના છે. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદાની આ પાઇપલાઇનમા અવાર નવાર ભંગાણ થતા હોય અનેક ગામના લોકોને પાણી વગર હાલાકીનો સામનો કરવો પડે છે.

- text