મોરબી : માત્ર બે કલાકમાં 2 હજાર જેટલા વૃક્ષોના રોપાનું વિતરણ કરાયું

- text


શહેરને લીલુંછમ હરિયાળું બનાવવા માટેના વૃક્ષોના રોપા વિતરણનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો

મોરબી : મોરબી શહેરને લીલુંછમ હરિયાળું બનાવવા માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા આજે વૃક્ષોના રોપા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.જેનો લોકો તરફથી પણ ભારે પ્રતિસાદ મળ્યો હતો.માત્ર પોણા બે કલાકમાં જ આશરે 2 હજાર જેટલા વૃક્ષોના રોપાનું વિતરણ થઈ ગયું હતું.લોકોએ રોપા વિતરણનો લાભ લઈને વૃક્ષની યોગ્ય રીતે માવજત કરવાનો સંકલ્પ લીધો હતો.

- text

મોરબીમાં ચોમાસની સિઝનની શરૂઆત થઈ ચૂકી છે અને સામાન્ય વરસાદ પડી ગયો છે.તેથી વૃક્ષના વાવેતરનો સૌથી વધુ અનુકૂળ સમય થવાથી દર વખતની માફક આ વર્ષે પણ શહેરને લીલુંછમ હરિયાળું બનાવવાંના આશય સાથે મોરબીના શનાળા રોડ રામચોક પાસે કે.કે.સ્ટીલ સામે આવેલ સંદેશ બ્યુરો ઓફિસની નીચે આજે મયુર નેચર કલબ, રોટરી કલબ, મોરબી અપડેટ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વૃક્ષોના રોપા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે વૃક્ષના રોપા વિતરણનો લાભ લેવા માટે સવારથી લોકોની કતારો લાગી હતી અને શહેરને હરિયાળું બનાવવાની નેમ સાથે રોપા વિતરણનો લાભ લેવ માટે લોકોએ રીતસર પડાપડી કરતા માત્ર પોણા બે કલાકમાં જ 2 હજાર જેટલા રોપઓનું વિતરણ થઈ ગયું હતું.જોકે આ સંસ્થાઓ દ્વારા લોકો પોતાના વિસ્તારમાં ઘટાદાર વૃક્ષોનું વાવેતર કરે તે માટે જ ફક્ત મોટા વૃક્ષ થાય તેવા વૃક્ષના રોપઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં લોકોમાંથી ભારે પ્રતિસાદ મળ્યો હતો.જ્યારે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા લોકોને રોપાનું વાવેતર કેવી રીતે કરવું તથા તેના ઉછેર માટે કેવી કેવી કાળજી લેવી તે અંગે વિસ્તૃત માગર્દશન આપવામાં આવ્યું હતું.આ રોપા વિતરણના કાર્યક્રમને સફળ બનાવવા માટે મયુર નેચર કલબના એમ.જી.મારુતિ સાહેબ,જીતુભાઇ ઠક્કર, રોટરી કલબના પ્રમુખ રશેષભાઈ મહેતા, ઘનશ્યામભાઈ ડાંગર, કનુભાઈ ડાંગર, પ્રકાશભાઈ સોનાગ્રા, અતુલભા ફુલતરિયા, જગદીશભાઈ ઓઝા, ભાવિ પ્રસાદ રાવલ, કાજલબેન ચંડીભમમર, રૂપેશ પરમાર, સીતારામભાઈ રામાનુજ, હરીશભાઈ શેઠ, મોરબી અપડેટ ટીમના ઋત્વિક નિમાવત અને મ્યુરભાઈ પીઠડિયા સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text