મોરબી : રાત્રીના 60 ફૂટ ઉંચે મોબાઈલ ટાવરમાં ફસાયેલા પક્ષીને બચાવાયું

- text


રંગપર ગામના કર્મચારીએ મોબાઈલ ટાવર પર જીવના જોખમે ચડીને પક્ષીને ઉતારી લીધું

મોરબી : મોરબીના ગાળા ગામે આવેલ મોબાઈલ ટાવરમાં 60 ફૂટ ઉંચે એક પક્ષી ફસાયું હતું. આથી રંગપર ગામના કર્મચારી યુવાને જીવન જોખમે મોબાઈલ ટાવર પર ચડીને પક્ષીને બચાવી લીધું હતું.

- text

મોરબીના ગાળા ગામ પાસે આવેલા મોબાઈલ ટાવરની 60 ફૂટની ઉંચાઈએ એક પક્ષી અટવાયુ હતું. આ બાબતની જાણ થતાં રંગપર ગામના સેવાભાવી કર્મચારી વિરેન્દ્રસિંહ ગતરાત્રે 11 વાગ્યે ગાળા ગામે પહોંચીને મોબાઈલ ટાવરમાં જીવન જોખમે ચડીને ટાવરમાંથી ફસાયેલા પક્ષીને આબાદ રીતે બચાવી લીધું હતું. તેમના આ સરાહનીય પ્રયાસની ગામલોકોએ ભારે સરહના કરી હતી.

- text