મોરબી : વન વિભાગ દ્વારા કિચડમાં ફસાયેલી નિલગાયને બચાવાઈ

- text


મોરબી : મોરબીના રાજપર (કું) ગામે કાચા રસ્તાની બાજુમાં એક નીલગાય કીચડમાં ફસાઈ જતા વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

- text

મોરબીના રાજપર (કું) ગામે કાચા રસ્તાની બાજુમાં તાજેતરમાં પડેલા વરસાદને કારણે થયેલા કીચડમાં એક નીલગાય ફસાઈ ગઈ હોવાની જાણ ગ્રામજનોને થતા વન વિભાગને જાણકારી આપવામાં આવી હતી. નીલગાય કીચડમાં ફસાઈ જતા રખડુ શ્વાનોએ નિલગાયને બચકા ભરીને ઘાયલ કરી હતી. આ બાબતની જાણ ગ્રામજનોએ વનવિભાગને કરતા મનસુખભાઇ દેત્રોજા સહિતનો વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે ઘસી ગયો હતો. જ્યાં ગ્રામજનોની મદદથી નિલગાયને કિચડમાંથી મહામહેનતે બહાર કાઢવામાં આવી હતી. શ્વાનો દ્વારા ઇજા પામેલી નિલગાયને પશુ દવાખાને ખસેડવામાં આવી છે જ્યાં તેની સારવાર બાદ પરત વન વિસ્તારમાં છોડી દેવામાં આવશે.

- text