મેઘરાજાને મનાવવા માટે મોરબીમાં મહિલાઓ દ્વારા 12 કલાકની અખંડ રામધૂન

- text


મોરબી : સરકારી વેદ્યશાળાએ ગુજરાતમાં ચોમાસુ બેસી ગયાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. જોકે વાયુ વાવાઝોડાને કારણે ચોમાસુ મોડું થયું હતું. ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં એકથી લઈને આઠ ઇંચ વરસાદ વરસી ગયો છે ત્યારે મોરબી જિલ્લામાં હજુ જોઈએ એવો મેઘો મંડાતો નથી. અષાઢ મહિનો ચાલુ થવામાં છે ત્યારે હવે સમયસર અને સાનુકૂળ વરસાદ વરસે એ માટે મોરબીમાં મહિલાઓ દ્વારા 12 કલાકની અખંડ રામધુનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મોરબીના પંચાસર રોડ, રાજનગર સોસાયટી સામે, ઉમિયાજી રેસિડેન્સી સ્થિત સરદાર હિલ્સ એપાર્ટમેન્ટની મહિલાઓએ મેહુલિયાને મનાવવા 12 કલાકની અખંડ રામધૂન શરૂ કરી છે. જેમાં આજે સવારે 9 થી રાત્રીના 9 વાગ્યા સુધી એપાર્ટમેન્ટની મહિલાઓ સહિત આજુબાજુની સોસાયટીની મહિલાઓ પણ જોડાઈ છે. આ રામધુનથી મેઘો મંડાશે એવો આશાવાદ મહિલાઓએ વ્યક્ત કર્યો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text