હળવદ : સગાઈ ન ગમતા યુવાને પથ્થર બાંધીને કૂવામાં પડી આપઘાત કર્યાનું ખુલ્યું

- text


હળવદના સિરોઇ ગામે કુવામાંથી પથ્થર બાંધેલી હાલતમાં મળી આવેલી યુવાનની લાશનો બનાવ આપઘાતનો હોવાનું પોલીસનું તારણ

હળવદ : હળવદ તાલુકાના સિરોઇ ગામે કુવામાંથી થોડા દિવસો પહેલા યુવાનની પથ્થર બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી.પોલીસની તપાસમાં આ બનાવ આપઘાતનો હોવાનું તારણ નીકળ્યું છે.પોલીસની તપાસમાં ખૂલેલી વિગતો મુજબ આ મૃતક યુવાનની થયેલી સગાઈ તેને ન ગમતા જાતે પથ્થર બાંધીને કૂવામાં પડીને આપઘાત કરી લીધો હતો.

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના સિરોઇ ગામે ડેમના કાંઠે આવેલા કુવામાંથી થોડા દિવસો પહેલા એક અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી.જોકે મૃતક યુવાનના શરીરે પથ્થર બાંધેલો હોવાથી હત્યાનો બનાવ હોવાની શંકા જન્મી હતી પરંતુ હળવદ પોલીસની તપાસમાં આ બનાવ હત્યાનો હોવાનું ખુલ્યું છે.પોલીસની તપાસમાં મૃતક યુવાન દિનેશ દિવનભાઈ ગુડિયા ઉ.વ.19 નામનો આદિવાસી યુવાન હોવાની ઓળખ મળી હતી.આ મામલે હળવદ પોલીસે જણાવ્યું હતું કે, મૃતક યુવાનની સગાઈ નક્કી થઈ ગઈ હતી.પણ યુવાનને સગાઈ ન ગમતા તે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો અને અહીં આવી પોતાના શરીરે જાતે પથ્થર બાંધીને તેણે કૂવામાં પડીને આપઘાત કરી લીધો હતો. હળવદ પોલીસ આ આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text


આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text