મોરબી : કોમર્સના વિદ્યાર્થીઓએ પોસ્ટ ઓફિસની કામગીરીનું જ્ઞાન મેળવ્યું

- text


મોરબી : મોરબીની સાર્થક વિદ્યામંદિર સ્કૂલના ધો.11 કોમર્સના વિધાર્થીઓએ પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી હતી અને પોસ્ટ ઓફિસના તમામ વિભાગોની કામગીરીનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું હતું. પ્રવૃત્તિ શિક્ષણને સાથૅક કરતી મોરબીના સામાકાંઠે આવેલ સાથૅક વિધામંદિરના ધોરણ-11 કોમસૅના ગુજરાતી વિષયમાં આવતાં વિદ્યાર્થીઓ પોસ્ટ ઓફિસની કામગીરીનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવી શકે તેમજ વિવિધ યોજનાઓ વિશે ની જાણકારી મેળવી શકે તે માટે પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી હતી.જેમાં પોસ્ટ માસ્તર શ્રીમતી વષૉબેન તેમજ જે.આર.રાવલ પબ્લિક રીલેશન ઈસ્પેકટર દ્વારા ગોલ્ડ બોન્ડ, PLI તેમજ RPLI, બચત અગે,my Stamp, સ્પીડ પોસ્ટ, બિજનેશ પોસ્ટ,આધાર કાર્ડ, વિમાન રેલ્વે બસ ટિકિટ વગેરે જેવી અનેક યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. સાથે-સાથે શિક્ષક શૈલેષભાઈ પરમાર દ્વારા દરેક વિદ્યાર્થીઓને પત્ર લખાવ્યો હતો અને પોસ્ટ ઓફિસની મુલાકાત લેવડાવી તે માટે વિધામંદિરના આચાર્ય શ્રી કંઝારિયા સાહેબ તેમજ પ્રમુખ શ્રી કિશોરભાઈ શુક્લ સાહેબ દ્વારા પ્રોત્સાહન તેમજ અભિનંદન આપવામાં આવ્યા હતા.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text