મોરબીમા કાલે સોમવારે બંગાળની ઘટનાના વિરોધમાં B.A.M.S. ડોકટરો પણ હડતાલમાં જોડાશે

- text


મોરબી : બંગાળમાં તબીબ ઉપર થયેલા હુમલાની ઘટનાના વિરોધમાં કાલે સોમવારે મોરબીના તમામ બી.એ.એમ.એસ. ડોક્ટરો હડતાલ ઉપર ઉતરવાના છે. આ હડતાલ બદલ તબીબોએ દર્દીઓને પડનાર હાલાકી બદલ દિલગીરી પણ વ્યક્ત કરી છે.

બંગાળમાં ડોક્ટર પર થયેલા ક્રુર, ઘાતકી અને નિર્દયી હુમલાના વિરોધમાં આવતીકાલે તા. 17ને સોમવારના રોજ મોરબીના તમામ બી.એ.એમ.એસ. ડોક્ટરો ઓપીડીની કામગીરીથી અળગા રહેવાના છે. તબીબોની સુરક્ષા માટે રાષ્ટ્રીય કક્ષાએથી કાયદો બનાવવામાં આવે તેવી માંગ સાથે આવતીકાલે મોરબીના તબીબો હડતાલ પાડી રહ્યા છે. ત્યારે બી.એ.એમ.એસ. ડોક્ટર્સ એસોસીએશન દ્વારા પણ આ હડતાલને સમર્થન આપ્યું છે. અને સાથે હડતાળના પગલે દર્દીઓને પડનાર હાલાકી બદલ ક્ષમા પણ માંગવામાં આવી છે.

- text

- text