મોરબીમાં અકસ્માત ગ્રસ્ત દર્દીને મદદરૂપ થવા માટે સોમવારે ભવાઈનો કાર્યક્રમ યોજાશે

- text


અકસ્માતમાં ગંભીર ઇજા પામેલા સામાન્ય પરિવારના પુત્રને આર્થિક રીતે મદદરૂપ થવાનો સરાહનીય પ્રયાસ

મોરબી : મોરબીમાં રહેતા એક સામાન્ય પતિવારનો પુત્ર ગંભીર બીમારીમાં પટકાયો હોવાથી તેને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ભવાઇના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ભવાઇના કાર્યક્રમના માધ્યમથી ગરીબ પરિવારને મદદરૂપ થવાનો સરાહનીય પ્રયાસ કરાશે. તેથી આ ભવાઇના કાર્યક્રમનો.મોટી સંખ્યામાં લોકોને લાભ લેવાનું આહવાન કરાયું છે.

- text

મૂળ વાંકાનેરના વતની અને હાલ મોરબીના શક્ત શનાળા ગામે રહેતા રતિલાલ કેશવજીભાઈ ભોરણીયા (વ્યાસ)ના નાના પુત્રના હાથને ગંભીર ઇજા થઇ હતી.આથી કુટુંબની સઘળી જવાબદારી મોટા પુત્ર હિતેશભાઈના શિરે આવી હતી.પણ આ હિતેશભાઈને પાંચ દિવસ પહેલા અકસ્માત નડતા તેમને આંતરડામાં ગંભીર ઇજા થઇ છે.તેઓ હાલ રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.જોકે તેમના ઓપરેશન સહિતની સારવારનો ખર્ચ આશરે રૂ.4 થી 5 લાખ જેવો થાય તેમ છે. પરંતુ પરિવારનો આધાર સ્તભ જ અકસ્માત ગંભીર રીતે ઘાયલ હોવાથી પુત્રને સાજો કરવા માટે આ ખર્ચને સામાન્ય પરિવાર ઉઠાવી શકે તેમ નથી.તેથી.શ્રી સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ ખાખરાળા દ્વારા અકસ્માત ગ્રસ્ત દર્દીને આર્થિક રીતે મદદરૂપ થવા માટે તા.17ના રોજ સોમવારે વિવેકાનંદ સોસાયટી રવાપર રોડ મોરબીમાં ભવાઇના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મોટી સંખ્યામાં લોકોને હાજર રહીને અનુદાનની સરવાણી વહાવી દેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

- text