મોરબીમાં સ્વચ્છતા અભિયાનની ટીમે સામાકાંઠે કરી સઘન સફાઈ

- text


પાલિકાની ટીમ અને સ્થાનિક કોપરેટરે પણ સફાઈ અભિયાનમાં સહકાર આપ્યો : વર્ષોથી ખડબદતી ગંદકીની સફાઈ કરીને હાઉસિંગ બોર્ડ સર્કલ સહિતના વિસ્તારોને ચોખ્ખોચણાક કરી નાખ્યો

મોરબી : મોરબીના સામાકાંઠે જવલ્લે જ સફાઈ થાય છે.વર્ષોથી આ વિસ્તારમાં ગંદકીનું ગંજ ખડકાયા હતા.ત્યારે શહેરમાં છેલ્લા કેટલાક સપ્તાહથી ચાલતા સફાઈ અભિયાનના ભાગરૂપે સ્વચ્છતા અભિયાનની ટીમે આજે સામાકાંઠે સધન સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી.જેમાં નગરપાલિકાની ટીમ અને સ્થાનિક કોર્પોરેટરો પણ જરૂરી તમામ પ્રકારનો સહયોગ આપ્યો હતો.તેથી હાઉસિંગ બોર્ડ સહિતના આસપાસના વિસ્તારમાં વર્ષોથી ખડબદતી ગંદકીને દૂર કરીને ચોખ્ખો ચણાક કરી નાખ્યો હતો.

મોરબીને સ્વચ્છ બનાવવા માટે થોડા સમય પહેલા તબીબો, ઉધોગપતિઓ, જાગૃત નાગરિકો સહિતની સ્વચ્છતા અભિયાનની ટીમ ઝાડુ ઉપાડીને દર રવિવારે અલગ અલગ વિસ્તારમાં સફાઈ કરી રહી છે. છેલ્લા ચાર રવિવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કર્યા બાદ આ સ્વચ્છતા અભિયાનની ટીમે સામાકાંઠે હાઉસિંગ બોર્ડ સર્કલ આસપાસના વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી.જેમાં હાઉસિંગ બોર્ડની ત્રણેય બાજુ ત્રાજપર ચોકડી, સર્કિટ હાઉસ તરફ અને નટરાજ તરફ સઘન સફાઈ કરી હતી.જેમાં સ્વચ્છતા અભિયાનની ટીમના આશરે 50 જેટલા સભ્યો ઉપરાંત આ વખતે મોરબી પાલિકાના 50 જેટલા મહિલા સફાઈ કામદારો અને સુપરવાઝર જરૂરી વાહનો તથા સાધન સામગ્રી સાથે જોડાયા હતા.આ ટીમે અગાઉ પાલિકાનો સહયોગ માંગતા આજે પાલિકાની ટીમે જરૂરી તમામ સહયોગ આપ્યો હતો.આ રીતે આજે સામાકાંઠે એકીસાથે 100થઈ વધુ લોકો સફાઈ માટે કામે લાગ્યા હતા.જોકે આ વિસ્તારમાં વર્ષોથી ગંદકી ખદબદતી હતી અને જવલ્લે જ સફાઈ થતી હતી.ત્યારે આજે આ લોકોએ સધન સફાઈ કરીને આ વિસ્તારોને ચોખ્ખો ચણાક કરી દીધો હતો.આ સ્થળેથી પાંચ ટેક્ટર અને એક ટ્રીપર વાહન ભરાય તેટલો કચરાની નિકાલ કર્યો હતો.આ તકે સ્થાનિક કાઉન્સીલર જયરાજસિંહ જાડેજા અને વાય બી જાડેજાએ સફાઈ અભિયાનમાં સહકાર આપ્યો હતો.આ તકે સ્વચ્છતા અભિયાનની ટીમના ડો.ચિરાગ અઘરાએ જણાવ્યું હતું કે શહેરને સ્વચ્છ બનાવની નેમને પાલિકા તથા લોકો તરફથી જરૂરી તમામ સહયોગ મળે છે.જો આવોને આવો સહયોગ મળતો રહેશે તો કાયમ શહેર સ્વચ્છ જ રહેશે.

- text

- text