મોરબી જિલ્લામાં વાવાઝોડાની સ્થિતિ પર ચાંપતી નજર રાખતા મંત્રી બાવળીયા

- text


પૂર્વ ધારાસભ્ય અમૃતિયા સાથે દરિયાકાંઠાના ગામોની મુલાકાત લઈને કામગીરીનો તાગ મેળવ્યો

મોરબી : મોરબીમાં સંભવિત વાવાઝોડાની સ્થિતિને અનુલક્ષીને મંત્રી કુંવરજીભાઇ બાવળીયા આજે મોરબી દોડી આવ્યા હતા.તેમણે પૂર્વ ધારાસભ્ય અમૃતિયા અને અધિકારીઓએ મોટા દહીંસરા ગામની મુલાકાત લઈને સંપૂર્ણ સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.જોકે તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને સ્થળાતર કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

- text

મોરબી જિલ્લામાં વાયુ વાવાઝોડાની સંભવિત અસરને લઈને આજે મંત્રી કુંવરજીભાઇ બાવળીયા મોરબી આવી પહોંચ્યાં હતા તેઓ ત્રણ દિવસ સુધી મોરબીમાં રોકાણ કરીને સંપૂણ સ્થિતિ પર ચાંપતી નજર રાખશે. કુંવરજીભાઇ આજે મોરબી આવી પહોંચ્યા બાદ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સાથે મોટા દહીંસરા ગામની મુલાકાતે દોડી ગયા હતા.જેમાં જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડા તેમજ અન્ય અધિકારીઓનો કાફલો જોડાયો હતો. મંત્રીએ મોટા દહીંસરા ગામે કેટલાનું સ્થળાંતર થયું અને સહાય તથા અન્ય સુવિધા અંગે સ્થાનિક લોકો પાસેથી માહિતી મેળવી હતી. તેમજ અધિકારીઓએ મહત્વની સૂચના આપી હતી. બાદમાં તેઓ નવલખી બંદરની મુલાકાતે દોડી ગયા છે. જ્યારે એક અંદાજ મુજબ 4 હજારથી વધુ લોકોને અસરગ્રસ્ત વિસ્તારમાંથી સલામત સ્થળે ખસેડી દેવાયા છે અને તેમના માટે ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારી તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખીને રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રહી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text