મોરબીની સિવિલ હોસ્પિટલમાં પશુઓના ત્રાસથી દર્દીઓ પરેશાન

- text


આમ આદમી પાર્ટીએ સિવિલ હોસ્પિટલમાં રખડતા પશુઓને પકડી લેવા પાલિકા તંત્રને રજુઆત કરી

મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં ઘણા સમયથી રખડતા કુતરાઓનો ભારે રંજાડ રહે છે. કુતરાઓ સહિતના પશુઓ વારંવાર હોસ્પિટલમાં બિન્ધાસ્ત રીતે આંટાફેરા કરીને આતંક મચાવતા હોય દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. આથી આમ આદમી પાર્ટીએ નગપાલિકા તંત્રને રજુઆત કરી સિવિલ હોસ્પિટલમાં રખડતા પશુઓનો ત્રાસ દૂર કરવાની માંગ કરી છે.

- text

મોરબી આમ આદમી પાર્ટીના પ્રમુખ પરેશભાઈ પરિયા સહિતનાએ પાલિકા તંત્રને રજુઆત કરી હતી કે, મોરબીની સિવિલ હોસ્પિટલમાં ઘણા સમયથી કુતરાઓ સહિતના પશુઓનો ભારે ત્રાસ છે. આ બાબતે આમ આદમી પાર્ટીએ મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.દુધરેજીયાની મુલાકાત લઈ વિગતવાર ચર્ચા કરી હતી. તેમના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં રખડતા કુતરા સહિતના પશુઓના ત્રાસ બાબતે નગરપાલિકા તંત્રને રજુઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આથી આમ આદમી પાર્ટીએ નગરપાલિકા તંત્રને રજુઆત કરી હતી કે, મોરબીની સિવિલ હોસ્પિટલમાં કુતરા સહિત પશુઓનો ભારે ત્રાસ છે. તેથી દર્દીઓને ભારે પરેશાની વેઠવી પડે છે. ખાસ કરીને કુતરાઓનો ત્રાસ બાળકો માટે અતિ ખતરનાક સાબિત થાય તેવી ભીતિ છે. ત્યારે તંત્ર કોઈ અઘટિત બનવાની રાહ જોઈ રહ્યું છે કે શુ? તેવો સવાલ ઉઠાવીને આ બાબતને ગંભીરતાથી લઈને સિવિલ હોસ્પિટલમાં રખડતા પશુઓનો ત્રાસ દૂર કરવા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text