મોરબી : આર્ટિકલ 15 ફિલ્મ પર પ્રતિબંધની પરશુરામ ગ્રુપની માંગ

- text


પરશુરામ ગ્રુપના સભ્યો દ્વારા જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું

મોરબી : આગામી દિવસોમાં રિલીઝ થનારી બોલિવૂડ ફિલ્મ ‘આર્ટિકલ 15’માં બ્રાહ્મણો અને હિંદુઓને વિકૃત રીતે રજુ કરવામાં આવ્યા છે અને ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે, તેવું કહેવામાં આવી રહ્યું હોવાથી આ ફિલ્મ પર ગુજરાત રાજ્યમાં પ્રતિબંધ મુકવાની માંગ સાથે મોરબીના પરશુરામ ગ્રુપ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું છે.

- text

પરશુરામ ગ્રુપ દ્વારા ‘આર્ટિકલ 15’ ફિલ્મ પર પ્રતિબંધ મુકવા માટેની માંગણી કરવામાં આવી રહી છે, કારણ કે આ ફિલ્મમાં બ્રાહ્મણો અને હિન્દુઓનું જે રીતે ચિત્રણ કરાયું છે, તે પરથી બ્રાહ્મણ સમાજને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ બદનામ કરવા માટે આ ફિલ્મ બની હોય તેવું લાગી રહ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મોરબીના પરશુરામ ગ્રુપ દ્વારા આજે જિલ્લા કલેકટર મારફતે મુખ્યમંત્રીને આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવા માટેનું આવેદન પાઠવવામાં આવ્યું છે. આ આવેદન અનુસાર, ‘આર્ટિકલ 15’ નામની આ ફિલ્મ 2014માં ઉત્તરપ્રદેશમાં બનેલી સત્યઘટના પર આધારિત છે તેવું કહેવામાં આવી રહ્યું છે. જો કે તેમાં મૌર્ય લોકો ભોગ બન્યા હતા, પણ અપરાધીઓ બ્રાહ્મણો નહતા, પરંતુ આ ફિલ્મમાં બ્રાહ્મણો દ્વારા થતા શોષણને દર્શાવવામાં આવ્યું છે, આથી જો આ ફિલ્મ રજુ થાય તો બ્રાહ્મણો પર એની ખરાબ અસર પાડવાની ભીતિ રહેલી છે. આથી આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવા માટે જિલ્લા કલેકટર મારફતે રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવ્યું છે. આ કાર્યમાં પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ કેયુરભાઈ પંડ્યા સહિતના યુવાનો હાજર રહ્યા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text