મોરબીમાં માતાને કાંધ આપી બે પુત્રીઓએ માતૃઋણ ચૂકવ્યું

બેસણામાં જરૂરિયાદમંદ દર્દીઓ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરી દિવંગત માતાને શ્રદ્ધાંજલી અપાશે

મોરબી : સમાજમાં હવે સ્ત્રીઓએ પુરુષોની સમક્ષક બનીનો મોભાદાર સ્થાન મેળવી લેતા દીકરા દીકરી વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે.ત્યારે દીકરો દીકરી એક સમાન હોવાના હૃદય મનને ટાઢક આપે તેવો પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે.જેમાં મોરબીમાં વહલાસોયો માતાનું દુઃખદ અવસાન થયા બાદ બે પુત્રીઓએ દિવંગત માતાને કાંધ આપી માતૃઋણ ચૂકવ્યું હતું.તેમજ માતાના અંતિમ સંસ્કાર વખતે ભાઈ સાથે હાજર રહીને સમાજને નવો રાહ ચીંધ્યો હતો.જ્યારે દિવંગત માતાના બેસણામાં રક્તદાન કેમ્પનું આયોજન કરીને તેમને સાચી શ્રદ્ધાંજલી અપાશે.

પુત્ર પુત્રી એક સમાનના હોવાના સૂત્રને ચરિતાર્થ કરતી આ ઘટનાની વિગતો પ્રમાણે મૂળ આંદરણા ગામના વતની અને હાલ મોરબી રહેતા જયાબેન ખીમજીભાઈ દેસાઈનું આજ રોજ સવારે 7 વાગ્યે નિધન થયું હતું. આ દુઃખદ ક્ષણમાં ખીરઇ ગામ ખાતે સાસરે રહેતી એમની પુત્રી વીણાબેન મેહુલભાઈ દલસાણીયા તથા ભક્તિનગર ગામે સાસરે રહેલા વંદનાબેન હિતેષભાઈ હાંસલપરાએ માતાની અંતિમયાત્રામાં સામેલ થઈ માતાને કાંધ આપી હતી. સ્મશાનમાં અન્ય ડાઘુઓ સાથે જઈ માતાને અગ્નિસંસ્કાર આપવામાં એમના ભાઈ ઉમેશની સાથે રહ્યા હતા. બન્ને બહેનો સરકારી શાળામાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવે છે. બેને પુત્રીઓએ માતાના અંતિમ સંસ્કાર વખતે હાજરી આપીને સમાજને નવો રાહ ચીંધ્યો હતો.

તેંમના દિવંગત માતાનું બેસણું તા.10 સોમવારે સવારે 9 થી 11 દરમ્યાન સતાધાર પાર્ક 1, આલાપરોડ, અંજની પાર્ક સોસાયટીની બાજુમાં રાખેલ છે. જ્યારે મૂળ ગામ આંદરણ ખાતે પણ 10 જૂને જ રાત્રે 8 થી 10 બેસણું રાખેલ છે.મોરબી ખાતે રાખેલ બેસણા દરમ્યાન સવારે 9 થી 11 કલાકે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વજનો ઉપરાંત જાહેર જનતાને પણ રકતદાન કરવા માટે અપીલ કરાઈ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne