ટંકારામાં ઘેટાઓનું મારણ કરનાર જાનવર દીપડો હોવાનો ઘટસ્ફોટ

- text


ટંકારા અને રાજકોટ વન વિભાગની તપાસમાં ઘેટાની ફાડી ખાનાર બીજુ કોઈ નહિ પણ દીપડો હોવાનું ખુલ્યું : દીપડો ઘેટાનું મારણ કરીને ગાયબ થઈ જતા લોકોમાં ગભરાહટ

જુઓ આ ઘટનાના વિડિઓ ન્યુઝ

ટંકારા : ટંકારાના રબારીવાસમાં આજે સવારે કોઈ જંગલી જનાવરે ઘૂસીને 47 ઘેટાને ફાડી ખાધા હોવાની ઘટના બહાર આવી હતી.ત્યારે ટંકારા અને રાજકોટના વન વિભાગની તપાસમાં આ ઘેટાનું મરણ કરનાર જગલી જનાવર બીજું કોઈ નહિ પણ દીપડો હોવાનો ઘટસ્ફોટ થયો છે.આ ઘેટાનું મારણ કરીને દીપડો ગાયબ થઈ જતા લોકીમાં ભારે ગભરાહટ ફેલાયો છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના રબારીવાસમાં આજે વહેલી સવારે કોઈ જંગલી જનાવરે ઘૂસીને આતંક મચાવ્યો હતો અને માલધારીઓના 47 જેટલા ઘેટાંનું જંગલી જનાવરે મરણ કર્યું હતું.જેમાં 10 થી વધુ ઘેટાઓ ઘાયલ થઈ ગયા હતા.આ ઘટનાને પગલે ભારે ફફળાટ વ્યાપી ગયો હતો.આ ઘટનાને પગલે ટંકારા અને રાજકોટના વન વિભાગે તપાસ હાથ ધરી હતી.જેમાં ટંકારા ફોરેસ્ટર ઓફિસર અને રાજકોટ રેન્જના અધિકારીઓએ હાથ ધરેલી તપાસમાં આ જંગલી જનાવર દીપડો હોવાની ખરાઈ થઈ હતી.જેમાં આ વનતંત્રની ટીમની તપાસમાં ઘટનાસ્થળે દીપડાના પંજાના નિશાન જોવા મળ્યા હતા અને આ ઘેટાનું મારણ કર્યું હોવાનું સ્પષ્ટ બન્યું છે.આ દીપડો રામપરા વિડનો હોવાનું જાણવા મળ્યું હતું હાલ વન વિભાગે દીપડાને મુકવામાં માટે પાંજરા મૂકીને સઘન શોધખોળ હાથ ધરી છે.

- text