મોરબી : એકપણ રૂપિયાનું દાન લીધા વગર ગોસ્વામી સમાજના સમૂહલગ્નનું પ્રેરણાદાયી આયોજન

- text


મોરબીના કેરાળા ગામે ગોસ્વામી પરિવાર દ્વારા સમૂહ લગ્ન યોજાશે

મોરબી : મોરબીના કેરાળા ગામે ગોસ્વામી પરિવાર દ્વારા પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે.જેમાં એક પણ રૂપિયાનું દાન લીધા વગર ગોસ્વામી સમાજના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગોસ્વામી સમાજના 15 યુગલો લગ્નગ્રંથિથી જોડાશે.

મોરબીના કેરાળા (હરિપર) ગામે રહેતા નવલગીરી નથુગીરી ગોસ્વામી પરીવાર દ્વારા આગામી તા ૧૨ રવિવારના રોજ કેરાળા (હરિપર) ગામે ખુબડી માતાજીની જગ્યા ખાતે ગોસ્વામી સમાજના સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.. જેમાં ગોસ્વામી સમાજના ૧૫ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે. આ સમૂહલગ્નનું આયોજન એક જ પરિવાર દ્વારા કરી કોઈપણ નું દાન લીધા વિના તમામ ખર્ચ કરવામાં આવ્યું છે. જે સમગ્ર સૌરાષ્ટ્ર કરછ ગુજરાત ગોસ્વામી પરિવાર માટે પ્રેરણાદાયી આયોજન છે.આ સમૂહલગ્ન માં સ્થળ પર જ તા ૧૨ ના રોજ સવારે ૮ થી ૨ વાગ્યા સુધી રક્તદાન કેમ્પ નું આયોજન શ્રી સંસ્કાર બ્લડ બેન્ક ના સહયોગ થી કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્ન માં કન્યાઓ ને કર્યાવર માં સોના ચાંદી ના દાગીના સહિત ૬૯ ચીજવસ્તુઓ એકજ પરિવાર દ્વારા ભેટ આપવામાં આવશે. આ સમૂહલગ્ન માં સંતો મહંતો ગોસ્વામી સમાજ ના આગેવાનો અગ્રણીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text