ખેડૂતો સાવધાન : બિયારણ, ખાતર અને જંતુનાશક દવામાં નકલીથી છેતરશો નહિ

- text


મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે આ બાબતે તકેદારી રાખવા ખેડુતોને અનુરોધ કરી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી

મોરબી : તાજેતરમાં જ રાજકોટ, ગોંડલ જેતપુર સહિતના વિસ્તારોમાં 50 કિલ્લો ખાતરની બોરીમાંથી 250 ગ્રામથી લઈને 900 ગ્રામ ખાતર ઓછું આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે ત્યારે મચેલા ખળભળાટ વચ્ચે મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે જિલ્લાના ખેડૂતોને નકલી ખાતર, નકલી બિયારણ અને ઓછી ગુણવત્તા યુક્ત જંતુનાશક દવાઓની ખરીદી બાબતે જાગૃત તેમજ સજાગ રહેવા જણાવ્યું છે. સાથો સાથ ધરતીપુત્રોના સર્વાંગી હિત માટે ખેતીવાડી નિયામક તેમજ ડ્રગ શાખાને આગોતરી તપાસ કરવા અનુરોધ કર્યો છે.

પાછલા પાંચ દિવસથી ખાતર કૌભાંડ બહાર આવતા ધરતીપુત્રોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબી શહેર તેમજ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ખેડૂતોના હિત બાબતે મેદાનમાં આવ્યું છે. જિલ્લાના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ આ અંગે એક પ્રેસનોટ જારી કરીને ખેડૂતોને આ બાબતે સજાગ રહેવા જણાવ્યું છે. સાથો સાથ ખેતીવાડી અધિકારી તેમજ ડ્રગ વિભાગને પણ મોરબી જિલ્લાની બજારોમાં આ પ્રકારની છેતરપીંડીનો ભોગ કોઈ ખેડૂત ન બને એ માટે ચેકીંગ કરવાની તાકીદ કરી છે. ઉલ્લેખનીય છે કે નકલી બિયારણ, નકલી ખાતર અને હલકી ગુણવત્તાવાળી જંતુનાશક દવાઓના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય ત્યારે વીમા કંપનીઓ પણ પાક વિમાનું વળતર ચુકવવામાં ઠાગાઠૈયાં કરતી હોય છે ત્યારે પુરી સિઝનની ખેડૂતની મહેનત પર પાણી ફરી વળે છે. વરસો વરસ અમુક લેભાગુ વેપારીઓને કારણે ખેડૂત માટે ઉપર આભ અને નીચે ધરતી સિવાય કશું બચતુ નથી ત્યારે આ વર્ષે હવે ચોમાસુ નજીક છે અને ખેતરો વાવણી માટે ત્યાર થઈ રહ્યા છે એવા સમયે સરકારી તંત્ર આગોતરું આયોજન કરી બજારમાં તપાસ કરી ખેડૂતોને છેતરાતા બચાવે તેવી માંગ સહિતની રજુઆત ગ્રાહક સુરક્ષા મંડળે ઉચ્ચકક્ષાએ કરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text