હળવદના રણકાંઠા વિસ્તારમાં વિકટ બનતી પાણીની સમસ્યા

- text


કઠણાઈ કે દીન : જોગડ ‘નવું’ પાંચ દિવસથી પાણીથી વંચિત

ગામમાં પાણીનો બોર જ નથી ! નર્મદાની પાઈપ લાઈન દ્વારા અપાતું પાણી પાંચ દિવસ બંધ ઃ પાણી લાવવા ગ્રામજનો પાંચ કિ.મી. દુર લાંબુ થવું પડે છે ! ઃ વહેલી તકે પાણી આપવા મહિલાઓની ઉગ્ર માંગ

ગુજરાતમાં ટેન્કર યુગ ભુતકાળ બની ગયાની વારંવાર આજના નેતાઓના મોઢે બણગા મારતા સાંભળ્યા છે. પરંતુ રાજયના કેટલાય ગામોની પીવાના પાણીની પરિÂસ્થતિ દિવસેને દિવસે પીડાદાયક બની રહી છે. એકાંતરાથી માંડી ૧૦ દિવસે પાણી આ કાળઝાળ ઉનાળામાં મળે છે. આવી જ Âસ્થતિ હળવદ તાલુકાના જાગડ ગામની છે. જયાંની પ્રજાને છેલ્લા પાંચ દિવસથી ગામમાં પીવાનું પાણી મળ્યું નથી અને કયારે મળશે તે હાલ કોઈ કહી શકે તેમ નથી. આને અચ્છે દીન કહેવાય કે કઠણાઈ કે દીન ? એ સવાલ ઉપÂસ્થત થાય છે. તો સાથો સાથ છેલ્લા ૧૦ દિવસમાં પાણીની તંગીને કારણે ૧પ જેટલા માલઢોરના મૃત્યુ થયા હોવાનો ગ્રામજનોએ રોષભેર જણાવ્યું હતું.
હાલ ચાલી રહેલ ઉનાળામાં પાણી લોકો માટે બહુ મહત્વનું હોય છે ત્યારે છેલ્લા પાંચ દિવસથી હળવદ તાલુકાના જાગડ ગામે પીવાનું પાણી આવ્યું નથી. જેના કારણે ૧પ૦૦ની વસતી ધરાવતા લોકો સહિત પશુઓ પણ પાણી માટે રીતસરના ટળવળી રહ્યા છે. અહીં નવાઈની વાત તો એ છે કે, ૧પ૦૦ની વસતી ધરાવતા જાગડ ગામમાં પાણીનો બોર જ નથી ! જેથી ગામ લોકોને નર્મદાની પાઈપલાઈન દ્વારા પાણી આપવામાં આવે છે તેમાં પણ ધાંધીયા કરાતા હોવાની પણ ગ્રામજનો બુમરાણ ઉઠવા પામી છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે પાણી આપવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ ઉચ્ચારી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text