મોરબી : વીમા કંપનીની છેતરપીંડીથી બચવા તકેદારી રાખવા અનુરોધ કરતું ગ્રાહક સુરક્ષા

- text


મોરબી : વીમા કંપનીઓ દ્વારા ગ્રાહકોને છેતરવામાં આવતા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. લોકો ઓછા પૈસા તેમજ લોભામણી સ્કીમો પ્રત્યે મોહી જઈને છેતરપીંડીનો ભોગ બનતા હોય છે. ત્યારે આ અંગે ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા કેટલાક સૂચનો જાહેર કરવામાં આવ્યા છે.

ગ્રાહક સુરક્ષાના પ્રતિનિધિ રોહિતભાઈ સાણદિયાએ સૂચન આપતા જણાવ્યું છે કે ગ્રાહકોએ સૌ પ્રથમ વીમા કંપની વિશે મહોતી લઈને ઊંડી તપાસ કરવી કે આ કોઈ બોગસ કંપની તો નથી ને. વધારે પૈસાની લાલચમાં આવ્યા વગર સારી કંપનીની પસંદગી કરવી. વીમા કંપનીના એજન્ટ દ્વારા લોભામણી જાહેરાત આપવામાં આવે તો તેનું લખાણ લઈ લેવું જેથી આ પ્રુફ આગળ જતાં કામ આવે. કંપનીના પ્રતિનિધિ સાથેના ફોન કોલ્સ રેકોર્ડ કરીને સાચવી રાખવા. જો કોઈ છેતરપીંડી થાય તો ગભરાયા વગર ગ્રાહક સુરક્ષાના પ્રતિનિધિ અથવા ઓફિસનો સંપર્ક કરવો. વધુ વિગત માટે મો. નં. ૯૪૨૭૫ ૧૩૭૦૭ ઉપર સંપર્ક કરવો.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text