હળવદમા જુગાર ધામ પર પોલીસનો દરોડો : આઠ ઝડપાયા

- text


ચંદુ ઉર્ફે વાઘ પોતાના ઘરે નાલ ઉઘરાવી રમાડતો હતો જુગાર :રૂપિયા ૫૬૭૦૦ ની રોકડ રકમ ઝડપી લેતી હળવદ પોલીસ

હળવદ : ગતરાત્રીના હળવદ શહેરના ગોરી દરવાજા વિસ્તારમાં આજ વિસ્તારનો સક્સ પોતાના ઘરે જુગારિયાઓને બોલાવી લાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે હળવદ પોલીસે દરોડા પાડતા જુગાર રમતા આઠ પતા પ્રેમીઓને રૂપિયા ૫૬૭૦૦ ની રોકડ રકમ સાથે ઝડપી લઇ હળવદ પોલીસ સ્ટેશન લાવી ગુનો નોંધી ધોરણ સરની કાર્યવાહી કરવાના આવી હતી

બનાવની હળવદ પોલીસ મથકે થી જાણવા મળતી માહિતી મુજબ ગતરાત્રિના હળવદ શહેરના ગોરી દરવાજા વિસ્તારમાં રહેતા ચંદુભાઈ ઉર્ફે વાઘ શામજીભાઈ નારણભાઈ પોતે પોતાના રહેણાંક મકાનમાં બહારથી જુગારીઓ બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે હળવદ પી.આઇ એમ. આર સોલંકી ની સૂચનાઓ થી ચંદુભાઈ ઠાકોર, યોગેશદાન ગઢવી, બીપીનભાઈ પરમાર, મનહરભાઈ, ગંભીરસિંહ ચૌહાણ, વિપુલભાઈ નાયક સહિતનાઓએ જુગાર ધામ ચાલતા રહેણાક મકાનમાં દરોડો પાડતા પતા ટીચકા શખ્સોમાં નાસભાગ મચી જવા પામી હતી.

- text

જોકે પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી રોકડ રૂપિયા ૫૩૭૦૦ તેમજ આરોપી ચંદુભાઈ ઉર્ફે વાઘ શામજીભાઈ નારણભાઈ ધારીયા પરમાર, દિલીપભાઈ જગદીશભાઇ મહેતા ,દિલીપભાઈ મનસુખભાઈ મકવાણા, મહેબુબભાઈ મનસુખભાઈ સિપાઈ, ચંદુભાઈ શામજીભાઈ દેવરાજભાઈ ધારીયા પરમાર, જયંતીભાઈ ભીમજીભાઇ ચાવડા, રમેશભાઈ ભગવાનભાઈ ચાવડા ,ગુલાબભાઈ ઈમરાન ભાઈ ઘાચી સહિત આઠ ને ઝડપી લઇ હળવદ પોલીસ મથકે લઈ આવી જુગારધારા મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- text