મોરબી રેડિયોમાં આજે સાંભળો વૃક્ષપ્રેમી અંબાલાલભાઈ કુંડારિયાને

- text


 

વૃક્ષોનું જતન કરતા અંબાલાલભાઈ કુંડારિયા સાથે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં આર. જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે

મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલ મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં વૃક્ષપ્રેમી અંબાલાલભાઈ કુંડારિયા સાથે આર. જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે.

મોરબી અપડેટ દ્વારા મોરબીનો એક અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર તથા સમાજ માટે કશુંક કર્ણ પ્રતિભાઓ વિશે લોકોને જાણકારી આપવા માટે દરરોજ રાત્રે 9 થી 10 ‘મહેમાનો ઓ વ્હાલા’ શો શરુ કરવામાં આવ્યો છે, જેમાં અલગ પ્રતિભાઓને બોલાવીને તેમની સાથે સીધો સંવાદ કરવામાં આવે છે.

- text

આ શોમાં આજે વૃક્ષપ્રેમી અંબાલાલભાઈ કુંડારિયા મહેમાન બનવાના છે. અંબાલાલભાઈ છેલ્લા ઘણા વર્ષોથી વૃક્ષાસેવા કરી રહ્યા છે. તેઓ વૃક્ષોનું જતન કરવામાં સમય નથી જોતા, શિયાળો, ઉનાળો, ચોમાસુ કોઈ પણ ઋતુમાં સવાર-રાત જોયા વિના તેઓ વૃક્ષો માટે કાર્ય કરે છે. ઉપરાંત તેઓએ પોતાના ઘરની આજુબાજુના વિસ્તારમાં પણ વૃક્ષો વાવ્યા છે તથા હાઈ વે પર પણ ઘણા વૃક્ષો વાવીને તેનું જતન કર્યું છે. તેઓનું કહેવું છે કે પોતાનું જીવન તેઓ વૃક્ષોના જતનમાંજ વિતાવશે. દિવસના કોઈ પણ સમયે તેઓ વૃક્ષોને પાણી પાય તથા વૃક્ષોને નવડાવે પણ છે. રજાના દિવસોમાં તેમના આ કાર્યમાં આજુબાજુના લોકો તથા બાળકો પણ એમની સાથે જોડાય છે, તો આજે રાત્રે તેમના જીવન વિશેની કેટલીક વાતો જાણવા માટે તેમની સાથે આર. જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે. તો આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શો સાંભળવાનું ચૂકશો નહીં. આ કાર્યક્રમ આવતીકાલે સવારે 11 થી 12 રિપીટ પણ થવાનો છે. મોરબી રેડિયોને લગતી કોઈ પણ માહિતી માટે 9537676276 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text