ચૂંટણી તંત્રની હેલ્પલાઇન ‘૧૯૫૦’ કતલની રાતે જ નિષ્ક્રિય

- text


 

હેલ્પલાઈનમા ફોન કરતા ૧:૨૬ મિનિટ બાદ આપમેળે સંપર્ક તૂટી જાય છે

મોરબી : મોરબી સહિત રાજ્યભરમા મતદાનને લગતી કોઈ પણ સમસ્યાની ફરિયાદ મેળવવા માટે ચૂંટણી પંચે હેલ્પલાઇન ‘૧૯૫૦’ જાહેર કરી છે. પરંતુ આ હેલ્પલાઇન આજે કતલની રાતે જ નિષ્ક્રિય હોવાનું સામે આવ્યું છે.

આવતીકાલે મોરબી સહિત રાજ્યભરમા લોકસભાની ચૂંટણી યોજાનાર છે. સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા યોજાનાર છે. જો કે મતદાનના એક દિન પૂર્વેની કતલની રાતમાં ભારે તોડજોડ થતી હોય છે. ત્યારે આવા સમયે અનેક ફરિયાદોનો ધોધ વહેતો હોય છે.

- text

મતદાન અંગેની કોઈ પણ ફરિયાદ લેવા માટે ચૂંટણી પંચે હેલ્પલાઇન ‘૧૯૫૦’ની જાહેરાત કરી છે. જેમાં કોઈ પણ નાગરિક મતદાર સ્લીપ ન મળી હોય તેવી તેમજ અન્ય કોઈ ગેરરીતિ સહિતની ફરિયાદ નોંધાવી શકે છે. પરંતુ આજે જ કતલની રાત હોય, હેલ્પલાઈનની તાતી જરૂરિયાત હોવા છતાં હેલ્પલાઇન નિષ્ક્રિય હોવાનું જાણવા મળ્યું છે. ૧૯૫૦ ઉપર ફોન કર્યા બાદ ૧:૨૬ મિનિટ સુધી રાહ જોયા બાદ આપમેળે સંપર્ક તૂટી જાય છે.

વધુમાં મતદાનને લગતી કોઈ ફરિયાદ માટે ૧૯૫૦ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર ફોન નં. 02822 243300 તેમજ પોલીસ તંત્ર ફોન નં 02822 243478 ઉપર પણ સંપર્ક કરી શકાશે.

- text