ટંકારા : મોરબી અપડેટની ક્લિક અને તંત્ર આવ્યું હરકતમાં : આદર્શ આચાર સંહિતાનો ઊલાળીઓ

- text


ટંકારા : શહેરમાં બે જાહેર જગ્યા પર આદર્શ આચારસંહિતાના ભંગ સમાન જાહેર હોર્ડિંગ અને ભીંત સૂત્રો લખેલા જોવા મળતા મોરબી અપડેટની ટીમે આ દ્રશ્યને કેમેરામાં કેદ કરતા તંત્ર દોડયુ હતું અને બેનરો અને લખાણ પર પીંછડા ફેરવી દીધા હતા.

લોકસભા ચુંટણીને આડે હવે ગણ્યા ગાંઠયા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બન્ને મુખ્ય પક્ષો પોત પોતાના છેલ્લી ઘડીના પ્રચારમાં વ્યસ્ત છે. ચુંટણી પંચની આદર્શ આચારસંહિતા લાગુ થઈ તેને એક માસ જેટલો સમય વીતી ગયો છે. આચાર સંહિતાનું કડકાઈથી પાલન થાય એ માટે ખાસ ટીમો પણ કામે વળગી હોવા છતાં ટંકારામાં આદર્શ આચારસંહિતાની અમલવારી સામે સવાલો ઉભા થયા છે.
ટંકારાના ઉગમણા નાકા પાસે આવેલ સ્મશાન ગૃહની બહાર આવેલ વાંકાનેરનુ બસ પિક અપ પોઈન્ટ કે જ્યા ધટાટોપ વડલો આવેલ છે તેની પાળી પર ભાજપનું ચુંટણી ચિન્હ અને સ્લોગનના લખાણો દૂરથી પણ વંચાય એવા મોટા અક્ષરે લખ્યા હોવા છતાં તંત્રની નજરે કેમ ન ચડ્યા તેવા સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે અન્ય એક સ્થળ રાજકોટ મોરબી રોડ પર જીવાપરા શેરીના નાકે એજન્સીના બેનર તળે મસ મોટુ બેનર આદર્શ આચારસંહિતાના લિરે લિરા ઉડાવતું હોય એમ લગાવવામાં આવ્યું હતું. આમ છતાં અત્યાર સુધી તંત્રની નજરે તે કેમ ન ચઢ્યું એવા સવાલો ઉભા થયા છે. આ બન્ને જગ્યા એ મોરબી અપડેટની ટીમે કેમેરાની ક્લિક કરતા જવાબદારોને એની જવાબદારી યાદ આવી હોય તેમ તાત્કાલિક દોડી જઈ બેનરને ઉતારી અને લખાણ પર કલરનાં પીંછડા મારી દીધા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text