વાંકાનેરમાં આવતીકાલથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

મહાકાળી મહિલા મંડળ તેમજ સમસ્ત ભાટીયા સોસાયટી નું આયોજન : વ્યાસપીઠ પર સુપ્રસિદ્ધ જગદીશબાપુ (બાબા સાગર) શિવપુર વાળા પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે

વાંકાનેરના ભાટીયા સોસાયટીમાં આવેલ સત્સંગ હોલમાં આવતીકાલે તા. 16/4 ને મંગળવારથી તા. 22/4 ને સોમવાર સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે. આ આયોજન ભાટીયા સોસાયટીના મહાકાળી મહિલા મંડળ દ્વારા કરવામાં આવેલ છે.

કથાના વ્યાસાસને શ્રી જગદીશ બાપુ (બાબા સાગર) શિવપુર વાળા બિરાજી કર્મ ભક્તિ અને જ્ઞાન ભરપૂર મધુર સંગીતમય શૈલીમાં અમૃતમય શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કરાવશે તો આ દિવ્ય મંગલમય અવસર પર સમગ્ર વાંકાનેરના નગરજનોને ભવરોગ વિનાશિની ભાગવત કથામાં પધારવા આયોજકો તરફથી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news