મોરબીના સાદુંળકા ગામે પાણીના પંપીગ સ્ટેશનમાંથી રૂ.4.45 લાખના મુદામાલની ચોરી

- text


તસ્કરો પંપીગ સ્ટેશનના ખુલ્લા ટીસીમાંથી પાણીની મોટર કોપર વાયરનો જથ્થો અને કોઈલ ઉઠાવી ગયા

મોરબી : મોરબી માળીયા હાઇવે પર સાદુળકા ગામે આવેલા પાણી પુરવઠાના પંપીગ સ્ટેશનમાં તસ્કરો ખબકયા હતા અને તસ્કરો પંપીગ સ્ટેશનના ખુલ્લા ટીસીમાંથી પાણીની મોટર, કોપર વાયરનો જથ્થો અને કોયલ મળીને કુલ રૂ.4.45 લાખના મુદામાલની ચોરી કરી ગયા હતા.આ બનાવની પાણી પુરવઠા વિભાગે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ ચોરીના બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબી માળીયા નેશનલ હાઇવે સાદુળકા ગામ પાસેના નમર્દા કેનાલ પર આવેલ ગુજરાત પાણી પુરવઠા હસ્તકના હેવી પાણીના પંપીગ સ્ટેશનમાં તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરો આ પાણીના પંપીગ સ્ટેશનના ખુલ્લા ટીસીમાંથી પાણીની મોટર, કોપર વાયરનો જથ્થો, 11 કેવી 433 વોલ્ટ 1259 કેવી ટીસીની બે કોયલ મળીને કુલ રૂ.4.45 લાખના મુદામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.આ ચોરીના બનાવની જાણ થતાં મોરબી સ્થિત પાણી પુરવઠા વિભાગના ઈજનેર શૈલેષભાઇ જનકસિંહ વૈદ્યએ અજાણ્યા શખ્સો સામે તાલુકા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ સાદુળકા પાણીના પંપીગ સ્ટેશનમાં ગતતા.2 એપ્રિલથી 11 એપ્રિલ સુધીમાં આ ચોરીનો બનાવ બન્યો હતો.તાલુકા પોલીસે તેમની ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text