મોરબીના યુવાનો વધુ ત્રણ રાજ્યોની યાત્રા કરીને શહીદોના પરિવારોને સહાય અર્પશે

- text


અગાઉ રાજસ્થાન અને ઉત્તરાખંડ ગયા બાદ હવે તા. ૧૪એ અન્ય ત્રણ રાજ્યોની યાત્રા કરીને શહીદોના પરિવારોને હાથોહાથ સહાય આપવાની સાથે સાંત્વના પણ પાઠવશે

મોરબી : મોરબીના સેવાભાવી યુવાનો અગાઉ શહીદોના પરિવારોને હાથોહાથ સહાય અર્પવા માટે રાજસ્થાન અને ઉત્તરાખંડની યાત્રાએ ગયા હતા. જો કે હવે તેઓ આગામી તા.૧૪ ના રોજ એમપી, બિહાર અને અરૂણાચલ પ્રદેશ જઈને ત્યાં વસતા શહીદોના પરિવારોને રૂબરૂ હાથોહાથ સહાય અર્પવાની સાથે સાંત્વના પણ પાઠવવાના છે.

મોરબીમાં રહેતા અજયભાઈ લોરીયાએ શહીદોના પરિવારોને સહાય તેમના ઘરે જઈને રૂબરૂ આપવાનો નીર્ધાર કર્યો હતો. જે મુજબ તેઓએ ૩૫૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડી ઉત્તરાખંડ અને રાજસ્થાન જઈને નવ શહીદોના પરિવારોને હાથોહાથ સહાય અર્પણ કરી દીધી છે.હવે તેઓ આગામી તા. ૧૪ના રોજ મધ્યપ્રદેશ, બિહાર અને અરૂણાચલ પ્રદેશમાં જઈને ત્યાં વસતા શહીદોના પરિવારોને રૂબરૂ હાથોહાથ સહાય આપવાના છે. જો કે ઘણા ખરા સંગઠનો એકત્ર કરેલો ફાળો અજયભાઈને આપી રહ્યા છે. જે ફાળો અજયભાઈ શહીદોના પરિવારોને રૂબરૂ હાથોહાથ સોંપવાના છે. લજાઈ ગામે પણ સેવાભાવીઓએ રૂ. ૬૪,૫૦૦નો ફાળો એકત્ર કર્યો હતો. આ ફાળો અજયભાઈને શહીદોના પરિવારને અર્પણ કરવા માટે આપવામાં આવ્યો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text