ખેડૂતોને પાકવિમાના પ્રશ્ને બ્રિજેશ મેરજા સહીત ત્રણ કોંગ્રેસ ધારાસભ્યો ધરણાં પર

- text


ગુજરાતના ખેડૂતો વતી બધા આગેવાનો દ્વારા ગાંધીનગર ખાતે ખેતી નિયામકની કચેરીમાં ધરણાં

મોરબી : ગુજરાતના ખેડૂતોને પાકવિમાના નાણાં આપવા માટે ભાજપ સરકાર તથા વિમા કંપનીઓ દ્વારા કરવામાં આવતા વાયદાઓથી આક્રોશિત થઈને કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ધરણાં પર બેઠા છે, જેમાં મોરબીના કોંગ્રેસ ધારાસભ્ય બ્રિજેશ મેરજા પણ સામેલ છે. બ્રિજેશ મેરજા ઉપરાંત ચિરાગ કાલરીયા અને ઋત્વિજ મકવાણા પણ ખેતી નિયામક કચેરી, ગાંધીનગર ખાતે છેલ્લા બે દિવસથી ધરણાં પર બેઠા છે.

અત્રે ઉલ્લેખનીય છે, કે ગુજરાત રાજ્ય ખેતી નિયામક, ગાંધીનગર ખાતે ખેડુતો માટે પ્રાણ પ્રશ્ન ગણાતો પાકવિમાનો હિસાબ માંગવા માટે ખેડૂતો વતી પાલભાઈ આંબલીયા, કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ચિરાગ કાલરીયા, ઋત્વિજ મકવાણા, ખેડૂત આગેવાનો ગિરધરભાઈ વાઘેલા, કુલદીપભાઈ સગર, જે.કે. પટેલ, પ્રતાપભાઈ ખિસ્તરીયા વગેરે આગેવાનો ગુજરાતના ગાંધીનગર સ્થિત ખેતી નિયામકની કચેરીએ પહોંચ્યા હતા તથા પાકવિમા અંગે હિસાબ માંગ્યો હતો. પરંતુ નિયામક દ્વારા આ હિસાબ ન આપતા બધા ખેડૂત આગેવાનો કચેરીમાં જ ધરણાં પર બેસી ગયા હતા, અત્યારે પણ બધા આગેવાનો ધરણાં પર જ બેઠા છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text