ટંકારાની લાઈફ લિંકસ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જાગૃતિ રેલી યોજાઈ

- text


ટંકારા :લાઈફ લિંકસ વિદ્યાલયના પ્રમુખ શ્રી જયંતિભાઈ બારૈયા, ટ્રસ્ટી શ્રી હિતેનભાઈ બારૈયા, આચાર્ય શ્રી મનોજભાઈ કગથરા તથા શિક્ષકો , વિદ્યાર્થીઓ દ્વારા આજે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત લોકોને મતદાન વિશે જાગૃત કરવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓએ રેલી સ્વરૂપે મુખ્યમાર્ગો પર ફ્રરીને તંદુરસ્ત લોકોશહીના નિમાર્ણ માટે લોકોને મતદાન અવશ્ય કરવાનો મેસેજ આપ્યો હતો.

સવારે પ્રાર્થના સભામાં પ્રમુખ શ્રી, ટ્રસ્ટી શ્રી, આચાર્ય શ્રી દ્વારા વિદ્યાર્થીઓને મતદાન વિશે સમજ આપી હતી કે, ભારત એક લોકશાહી દેશ છે, જ્યાં જનતાની સરકાર ચાલે છે. મતદાન એક એવુ સાધન છે જેનાથી દેશના જન જાતિ સ્વયં નુ દેશનો વિકાસ નક્કી થાય છે. જે લોકો દેશ માટે નિર્ણય લે છે સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે. ‘ મજબૂત લોકશાહી સૌની ભાગીદારી ‘ આજની દ્રષ્ટિએ પહેલો નાગરિક ધર્મ મતદાન છે.

- text

લોકો જાગૃત થાય તે માટે વિદ્યાર્થીઓ સંખ્યાબદ્ધ રેલીમાં સૂત્રોચ્ચાર અને પોસ્ટરો દ્વારા ટંકારા મુખ્ય બજારમાં ‘ મતદાન લોકશાહીનો રાજા ‘ મતદાન જાગૃતિ રાષ્ટ્રની જાગ્રુતિ , મતદાન એક રાષ્ટ્રીય પર્વ, મારી તાકાત મારો મત, હું અવશ્ય મતદાન કરીશ, મતદાન તા. 23 એપ્રિલ.. જેવા સુત્રોચ્ચારથી અને પોસ્ટરો થી રેલી ને આગળ વધારી હતી આ રીતે શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે મળીને દિશા સૂચક કામ કર્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text