મોરબીમાં ગર્ભ પરીક્ષણ સામે આરોગ્ય તંત્રની ઝુંબેશ : ૧૭ હોસ્પિટલમાં ચેકીંગ

- text


એક પણ હોસ્પિટલમાં કઈ વાંધાજનક ન મળ્યુ : સેક્સ રેશિયો ૯૦૦થી ૯૫૦એ લઈ જવાનો લક્ષ્યાંક

મોરબી : મોરબીમાં ગેરકાયદે થતા ગર્ભ પરીક્ષણ સામે જિલ્લા આરોગ્ય તંત્રએ ઝુંબેશ છેડી છે. સાથે સેક્સ રેશિયો ૯૦૦ થી વધારીને ૯૫૦એ લઈ જવાનો લક્ષ્યાંક પણ રાખ્યો છે. જે અંતર્ગત આજે આરોગ્ય તંત્ર દ્વારા શહેરના ૧૭ હોસ્પિટલમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જો કે એક પણ હોસ્પિટલમાં કંઈ વાંધાજનક મળ્યું ન હતું.

મોરબી શહેરમાં ગાયનેક તબીબો મોટા પ્રમાણમા છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ગાયનેક તબીબોની સંખ્યા નહિવત પ્રમાણ છે. હાલ મોરબી જિલ્લામા સેક્સ રેશીયો ૯૦૦ જેટલો છે. ત્યારે આ સેક્સ રેશિયો ૯૫૦એ પહોંચાડવાનો જિલ્લા આરોગ્ય તંત્રએ લક્ષ્યાંક રાખ્યો છે. જે મુજબ હાલ જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કથીરિયાના માર્ગદર્શન હેઠળ અધિકારીઓએ ઝુંબેશ હાથ ધરી હતી.

આ ઝુંબેશમાં તાલુકા આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા ૧૭ હોસ્પિટલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગમાં એક પણ જગ્યાએ ગર્ભ પરીક્ષણ થતું હોવાનું ધ્યાને આવ્યું ન હતું. ઉપરાંત કઈ વાંધાજનક મળ્યું ન હતું. જો કે આરોગ્ય તંત્ર સમયાંતરે આ રીતે ચેકીંગ હાથ ધરીને પોતાનો લક્ષ્યાંક સિદ્ધ કરશે તેવું જાણવા મળ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text