મોરબીમાં જાલી નોટ સાથે પકડાયેલા શખ્સની બે દિવસની રિમાન્ડ મંજુર

- text


મોરબી : મોરબીમાં રૂ. ૯૦ હજારની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે એક શખ્સને એસઓજીની ટીમે પકડી પાડ્યો હતો. આ શખ્સને આજે એ ડિવિઝન પોલીસે પાંચ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમા રજૂ કર્યો હતો. ત્યારે કોર્ટે આ શખ્સની બે દિવસની રિમાન્ડ મંજુર કરી આપી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એસઓજી ટીમે સેન્ટમેરી સ્કૂલથી આગળ રેલવે પાટાની આગળ મનીષ મંગળભાઈ પટેલ ઉ.વ. ૩૧ રહે. હાલ કૃષ્ણનગર-૨, ગાયત્રીનગર પાસે, વાવડી રોડ, મોરબી મૂળ રહે. સોખડા તા. વિજાપુર જી. મહેસાણાવાળાને ૨ હજારની ૪૦ નંગ અને ૧૦૦ની ૧૦૦ નંગ મળી કુલ રૂ. ૯૦ હજારની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે પકડી પાડ્યો હતો.

આ શખ્સને એસઓજીએ એ ડિવિઝન પોલીસને સોંપતા એ ડિવિઝન પોલીસે તેને પાંચ દિવસની રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આ શખ્સની બે દિવસની રિમાન્ડ મંજુર કરી આપી છે. જેથી એ ડિવિઝનના પીએસઆઇ સી.એચ. શુક્લ દ્વારા આ શખ્સે કેટલા સમય પૂર્વે ઘરે જાલી નોટ છાપવાનું શરૂ કર્યું હતું. કેટલી નોટો અત્યાર સુધીમાં છાપી છે તેમજ આ જાલી નોટ તે કોને સપ્લાય કરતો તે દિશામાં પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text