મોરબી : પક્ષીઓ માટે કુદરતી વોટર કુલર સમાન માટીના પરબીયા જથ્થાબંધ ભાવે મેળવો

- text


પર્યાવરણ પ્રેમી અને સેવાભાવી સંસ્થાઓ માટે રાહત ભાવે ઉપલબ્ધ

મોરબી : ઉનાળાએ તેનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. જીવ માત્ર ગરમીથી આકુળ વ્યાકુળ બન્યો છે. ત્યારે ગગન વિહાર કરતા વિહંગો (પક્ષીઓ) માટે ઉનાળાની આવી અસહ્ય ગરમી સાક્ષાત યમદૂત સાબિત થતી હોય છે. આધુનિકતાની દૌડમાં અંધ બની માનવ જાતે વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે. સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ખડકી દીધા છે ત્યારે પક્ષીઓ માટે સુરક્ષિત છાંયડો દુર્લભ બન્યો છે. ગરમીની ઋતુમાં પક્ષીઓ પાણી વગર ટળવળીને મૃત્યુ પામતા હોય છે.

શીતળ પાણીના આઠ દસ ટીપા એક પક્ષીનો જીવ બચાવવા પૂરતા હોય છે. પણ ખુલ્લી જગ્યામાં પડી રહેલું ગરમ થઇ ગયેલું પાણી ઘણી વખત પક્ષીના
મોતનું કારણ બને છે. માટીના છીછરા પાત્રમાં ભરેલું બે ગ્લાસ પાણી પણ સેંકડો પક્ષીઓ માટે જીવન રક્ષક અમૃત સમાન સાબિત થતું હોય છે. પ્લાસ્ટિક કે લોખંડના પાત્રમાં ભરેલું પાણી પક્ષી માટે નુકશાનકારક બને છે.

- text

ત્યારે મોરબીના મકનસર ખાતે આવેલા ગોવિંદ કલે ક્રિએશન ખાસ પક્ષીઓ માટે માટીથી નિર્મિત પાણી ભરવા માટેના કુંડા (પક્ષી પરબીયા) માટે ખ્યાતનામ બન્યું છે. વિવિધ આકાર અને સાઈઝના પરબીયા લેવા માટે લોકો તેમજ સંસ્થાઓ દૂર દૂરથી અહીં આવે છે. જથ્થાબંધ સંખ્યામાં વ્યાજબી કિંમતે મળતા પરબીયા માટે ઘણીવાર અગાઉથી ઓર્ડર બુક કરાવવા પડે છે. જોકે પરબીયા સિવાય પણ ઠંડા પાણી માટેના ખાસ માટલા સહિત માટીની તમામ પ્રકારની કલાકારીગરી વાળી આઈટમો પણ ગોવિંદ કલે ક્રિએશનમાં ઉપલબ્ધ છે. સેવાભાવી સંસ્થાઓ માટે જથ્થાબંધ અને વ્યાજબી ભાવે પરબીયા મેળવવા મો.નં. 9978909427 તથા 6355870746 ઉપર સંપર્ક કરી શકાય છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text