મોરબી રેડિયોમા આજે સમાજ સેવક હરસુખભાઈ નિમ્બાર્ક બનશે મહેમાન

- text


આવો વ્હાલા મહેમાનો કાર્યક્રમ હેઠળ રાત્રે ૯ થી ૧૦ હરસુખભાઈ નિમ્બાર્ક સાથે કરાશે સીધો સંવાદ

મોરબી : મોરબી અપડેટ દ્વારા શરૂ કરાયેલા મોરબી રેડીયોમાં આવો વ્હાલા મહેમાન કાર્યક્રમ અંતર્ગત દરરોજ શહેરની જુદી જુદી પ્રતિભાઓને બોલાવવામાં આવે છે. જેમાં આજે ૯ થી ૧૦ હરસુખભાઈ નિમ્બાર્કને મહેમાન તરીકે બોલાવીને તેમની સાથે સીધો સંવાદ કરવામાં આવશે.

‘મોરબી અપડેટે’ આપણો પોતાનો મોરબી રેડિયો શરૂ કર્યો છે. જેમાં દરરોજ નવીનતમ શો આપીને શહેરીજનોને મનોરંજન સાથે જ્ઞાનવર્ધક માહિતીઓ પણ પુરી પાડવામા આવશે. શહેરની પ્રતિભાઓ વિશે લોકો જાણે તેવા ઉદ્દેશ સાથે મોરબી રેડીયોમાં આવો વ્હાલા મહેમાન નામનો શો દરરોજ રાત્રે ૯ થી ૧૦ દરમિયાન યોજાશે. આજના આ શોમાં સમાજ સેવક હરસુખભાઈ નિમ્બાર્ક મહેમાન બનવાના છે.

હરસુખભાઈ નિમ્બાર્ક ૭૦ થી વધુ ઉંમરના છે. તેઓ રિટાયર્ડ પોસ્ટ માસ્તર છે. તેઓ વિવિધ વિષયો પર જાગૃતિ લાવવા માટે પોતાની સાયકલ પર બોર્ડ મારીને નીકળે છે. ઉપરાંત તેઓ લોકોના પ્રશ્ને હમેશા આગળ રહ્યા છે. કોઈ પણ જાતની અપેક્ષા વગર નિસ્વાર્થપણે તેઓ ગંદકી, પાણી સહિતના પ્રશ્ને તંત્રને અનેક રજૂઆતો કરીને પ્રશ્નોને વાચા અપાવે છે. આવો વ્હાલા મહેમાન કાર્યક્રમમાં તેઓનું કાર્ય લોકો જાણે તે માટે તેઓ સાથે સીધો સંવાદ કરવામાં આવનાર છે.

- text

તેઓ સાથેના સીધા વાર્તાલાપના તેમના જીવનની ઘણી બધી રસપ્રદ વાતો જાણવા મળશે ત્યારે આજે રાત્રે મોરબી રેડિયો સંભાળવાનું ચૂકશો નહિ.મોરબી રેડિયો સાંભળવા માટે ‘મોરબી અપડેટ’ની એપ્લિકેશન અપડેટ કરવાની રહેશે. અથવા તો પ્લે સ્ટોરમાંથી નવેસરથી ઇન્સ્ટોલ કરવાની રહેશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text