વૃક્ષપ્રેમી જીવરાજભાઈ લિખિયા આજે મોરબી રેડિયોના મહેમાન બનશે

- text


મોરબી અપડેટ દ્વારા શરૂ કરાયેલા મોરબી રેડિયોમાં દરોજજ રાત્રે 9 થી 10 દરમ્યાન આવો વ્હાલા મહેમાનો કાર્યક્રમ હેઠળ વિશેષ પ્રતિભાઓ સાથે કરાશે સીધો સંવાદ

મોરબી : મોરબી અપડેટ દ્વારા શહેરીજનો માટે રેડિયો શરૂ કરાયો છે.ત્યારે શહેરની જુદાજુદા ક્ષેત્રમાં યોગદાન આપનાર વિશેષ વ્યક્તિઓ વિશે લોકોને યોગ્ય જાણકારી મળે અને તેમના વ્યક્તિત્વમાંથી લોકો પ્રેરણા મેળવે તે માટે મોરબી રેડીયોએ અવકારદાયી પહેલ કરી છે.જેમાં મોરબી રેડિયો પર દરોજજ રાત્રે 9 થી10 દરમ્યાન આવો વ્હાલા મહેમાનો કાર્યક્રમ હેઠળ જુદીજુદી પ્રતિભાઓ મહેમાન બનશે અને તેની સાથે સીધો સંવાદ કરાશે. આજે રાત્રે આ કાર્યક્રમમાં વૃક્ષ ઉછેરમાં પોતાનું જીવન સમર્પિત કરનાર જીવરાજભાઈ લિખિયા મહેમાન બનવાના છે.

સમગ્ર મોરબી જિલ્લા માટે ત્વરિત અને સચોટ ન્યુઝ માટે લોકોમાં લોકપ્રિય બનેલી મોરબી અપડેટ ટીમે મોરબીવાસીઓ માટે મનોરંજનની સાથે અવનવી જ્ઞાન વર્ધક માહિતી આપવા માટે મોરબીનો પોતાનો રેડિયો શરૂ કર્યો છે.ત્યારે આ મોરબી રેડીયોના માધ્યમથી લોકો વિવિધ ક્ષેત્રે યોગદાન આપનાર પ્રતિભાઓના જીવનમાંથી પ્રેરણા મેળવે તે માટે પ્રેરણાદાયી પહેલ કરી છે. મોરબી રેડિયો દ્વારા દરરોજ રાત્રે 9 થી 10 વાગ્યા દરમ્યાન આવો વ્હાલા મહેમાનોનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

- text

જેમાં વિવિધ ક્ષેત્રે પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર લોકો મહેમાન બનશે. ત્યારે આ કાર્યક્રમ હેઠળ આજે મોરબી રેડિયો પર વૃક્ષપ્રેમી જીવરાજભાઈ લિખિયા મહેમાન બનશે.આ વૃક્ષપેમી જીવરાજભાઈ લિખિયા ઉધોગપતિ છે.પરંતુ તેમને વૃક્ષ ઉછેર પ્રત્યે એટલો લગાવ છે કે કોઈપણ જાતની નાનપ અનુભવ્યા વગર જાતે જ મોરબી આસપાસના વિસ્તારોમાં વર્ષોથી જાતે જ વૃક્ષોને વાવીને તેનું કાળજી પૂર્વક જતન કરે છે.તેમને પર્યાવરણના જતન માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હોય તેમ દરોજજ વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહે છે.ત્યારે જીવરાજભાઈ લિખિયાના વ્યક્તિત્વમાંથી વૃક્ષ ઉછેર માટે શહેરીજનોને પ્રેરણા મળે તે માટે મોરબી રેડિયોએ આજે રાત્રે એવો વ્હાલા મહેમાનો કાર્યક્રમ હેઠળ તેમને આમંત્રણ આપ્યું છે.

જેમાં તેમની સાથે સીધો વાર્તાલાપ કરાશે અને તેમના જીવનની ઘણી બધી રસપ્રદ વાતો જાણવા મળશે ત્યારે આજે રાત્રે મોરબી રેડિયો સંભાળવાનું ચૂકશો નહિ.મોરબી રેડિયો સાંભળવા માટે ‘મોરબી અપડેટ’ની એપ્લિકેશન અપડેટ કરવાની રહેશે. અથવા તો પ્લે સ્ટોરમાંથી નવેસરથી ઇન્સ્ટોલ કરવાની રહેશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text