મોહન કુંડારિયા રૂ. ૭.૨૬ કરોડના આસામી : ૫ વર્ષમા રૂ. ૩.૧૫ કરોડની સંપત્તિ વધી

- text


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમા રાજકોટ બેઠક પર મોહન કુંડરિયાનું નામાંકન : ઉમેદવારી ફોર્મ ભર્યા પૂર્વે વિશાળ રોડ શો અને જાહેર સભા યોજાઇ

મોરબી : રાજકોટ લોકસભા બેઠક પર આજે ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારિયાએ મુખમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં નામાંકન કરાવ્યું છે. તેઓનું ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે ભાજપ દ્વારા વિશાળ રોડ શો અને જાહેર સભા પણ યોજવામાં આવી હતી. ઉમેદવારી ફોર્મમાં મોહનભાઇ અને તેમની પત્ની રૂ. ૭.૨૬ કરોડના આસામી હોવાનું દર્શાવાયું છે. જે મુજબ પાંચ વર્ષમાં તેઓની સંપતિમાં રૂ. ૩.૧૫ કરોડનો વધારો થયો છે.

રાજકોટ લોકસભા બેઠક પર આજે ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારીયાએ વિજય મુહૂર્ત ઉપર ૧૨:૩૯ કલાકે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ તકે તેઓના સમર્થક તરીકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, ગુજરાત મ્યુનિસિપલ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે ભાજપ દ્વારા વિશાળ રોડ શો યોજવામાં આવ્યો હતો. ત્યાર બાદ બહુમાળી ભવન નજીક આવેલ મેદાનમાં જાહેર સભા પણ યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રીએ સંબોધન કર્યું હતું.

- text

ઉમેદવારી ફોર્મમાં મોહનભાઇ કુંડારિયા અને તેમની પત્ની રૂ. ૭.૨૬ કરોડના આસામી હોવાનું દર્શાવાયું છે. તેઓએ મોરબીની વી.સી. ટેક. હાઈસ્કૂલમાં ધો. ૮ સુધી અભ્યાસ કર્યો છે. અત્યાર સુધી તેઓના ઉપર એક પણ ગુનો ન નોંધાયો હોવાનું દર્શાવાયું છે. ઉપરાંત તેઓ અને તેઓની પત્ની રૂ. ૪,૮૨,૦૨,૭૭૯ના બેંક રોકાણ, રૂ.૨,૦૬,૧૫,૩૪૧ના મોરબી અને ગાંધીનગરમા જમીન- મકાન, રૂ.૧૨,૯૩,૭૭૫ના વાહનો, રૂ.૭,૯૧,૩૫૦નું સોનુ, રૂ.૨૭,૦૦,૦૦૦ની નીચી માંડલમા ખેતીની જમીન, ૧૧,૪૦,૦૦૦ની હાથ પરની રોકડ મળી કુલ રૂ.

૭,૨૬,૩૫,૦૭૦ની મિલ્કત ધરાવતા હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

જો કે વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં તેઓએ ઉમેદવારી ફોર્મમાં રૂ. ૪,૧૧,૧૨,૬૧૪ની મિલકત દર્શાવી હતી. જે મુજબ છેલ્લા પાંચ વર્ષમાં તેઓની સંપત્તિમા રૂ. ૩,૧૫,૨૨,૪૫૬નો વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text