વાહ.. મોરબીના વૃધ્ધે ૨૧ કિમીની હાફ મેરેથોન ૨:૨૪ કલાકમાં પૂર્ણ કરી

- text


યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવતા સિનિયર સિટીઝને અગાઉ ચાર વખત ૪૨ કિમીની મેરેથોન દોડ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે

મોરબી : મોરબીના એક વૃધ્ધે માઉન્ટ આબુ ખાતે યોજાયેલ મેરેથોનમાં ભાગ લઈને માત્ર ૨:૨૪ કલાકમાં ૨૧ કિમીની હાફ મેરેથોન દોડ પૂર્ણ કરીને યુવાનોને પણ શરમાવ્યા છે. જો કે આ જ વૃધ્ધે અગાઉ ચાર વખત સફળતાપૂર્વક ૪૨ કિમીની મેરેથોન દોડ પણ પૂર્ણ કરી છે.

મોરબીના ઓર્થોપેડિક તબીબ અનિલ પટેલે વૃદ્ધાવસ્થામા પણ ૪૨ કિમીની મેરેથોન ચાર વખત સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ સાથે તેઓએ તાજેતરમાં માઉન્ટ આબુ ખાતે આયોજીત મેરેથોન દોડમા પણ ભાગ લીધો હતો. જેમાં તેઓએ પોલો ગ્રાઉન્ડ ખાતેથી માઉન્ટ આબુના જંગલ સુધીની ૨૧ કિમિની દોડ માત્ર બે કલાક અને ૨૪ મિનિટમાં પૂર્ણ કરી હતી. ખાવાપીવામાં પરેજી તેમજ સીધી સાદી રહેણીકરણી અને વ્યસનથી દૂર રહીને અનિલ પટેલે વૃદ્ધ વયે પણ યુવાનો કરતા વધુ સ્ફુર્તિના દર્શન કરાવી સૌને મંત્રમુગ્ધ કરી દીધા છે. હાલના વ્યસની યુવાનો માટે અદભુત સ્ફૂર્તિ ધરાવતા અનિલ પટેલ પ્રેરણાના સ્ત્રોત સમાન બની ગયા છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text