વાંકાનેરમાં જીતુભાઈ સોમાણીને મનાવી લેવાયા : ઘીના ઠામમાં ઘી પડી ગયું

- text


ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની મધ્યસ્થી થી સમાધાન : સંમેલનમાં હાજર રહેલ કાર્યકરોને વિશ્વાસમાં ન લેવાતા છુપી નારાજગી

વાંકાનેર : આખરે એ જ થયું જે થવાનું હતું, પરંતુ આટલું વહેલું થશે એવી ધારણા નહોતી… કેમ કે હજુ તો લોહાણા વાડીમાં સિંહની ગર્જના જેવા જીતુ સોમાણીના વક્તવ્યના શબ્દોના પડઘા પણ શાંત નથી થયાં ત્યાં જ આ સિંહે લોકસભાની રાજકોટ સીટના ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયા સાથે આજે રાત્રે સ્વાદિષ્ટ ભજીયાની મીજબાની માણી લીધી…!!

હવે જીતુભાઈ સોમાણી “હણે તેને હણાવાની” ની વાત અને ‘હરાવે તેને હરાવવાની’ વાત ભૂલી જઈને તેઓ ભાજપના અને મોહનભાઈ કુંડારીયાના પ્રચારમાં જોડાઇ જશે મતલબ કે હવે બળવાને બાય-બાય કરીને ભાજપમાં સૌ ભાઈ ભાઈ બની ગયા છે.

- text

જીતુભાઈ નું જલદી શાંત થવું એ વાંકાનેરમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયું છે અને અવનવી તેમજ અનેક રમૂજી કોમેન્ટ સોશિયલ મીડિયામાં ફરતી પણ થઈ ગઈ છે પણ ભાજપના લોકો તો એમ જ કહે છે કે આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું…., એ સૌ કોઈના હિતમાં છે. પરંતુ સ્નેહમિલન દરમિયાન હાજર રહેલ આગેવાનોએ પોતાની તાકાત બતાવેલ અને એક નિર્ણય ઉપર બધા સાથે રહેલ તે બધાને સાથે રાખવાની જગ્યાએ ફક્ત પાંચ આગેવાનો દ્વારા સમાધાન બેઠકમાં બેસી મોઢા મીઠાં કરતાં કાર્યકરોમાં અસંતોષની લાગણી ફેલાયેલી જોવા મળેલ છે.

- text