મોરબીમાં ધો.10-12ની પરીક્ષાનું ત્રીજું પેપર શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ

- text


મોરબી : મોરબી જિલ્લામાં ધો.10-12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે.આજે ધો.10ની પરોક્ષાના ત્રીજા પેપરની 15644 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ધો.12ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ મળીને કુલ 3111 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

મોરબી જિલ્લામાં આજે ધો.10ની પરીક્ષાનું વિજ્ઞાન અને ટેકનોલોજી વિષ્યનું પેપર હતું.જેમાં કુલ 15466માંથી 178 ગેરહાજર રહેતા 15644 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જયરે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાન વિષયનું પેપર હતું.જેમાં નવા કોર્સમાં ગુજરાતી મીડિયમમાં 2218 વિધાર્થીઓ અને ઈંગ્લીશ મીડીયમમાં 94 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જુના કોર્સમાં કુલ 30માંથી 28 વિધાર્થીઓ હાજર રહ્યા હતા.આ પેપરમાં કુલ 2355માંથી 2330 વિધાર્થોઓ હાજર રહ્યા હતા અને 12 છાત્રો ગેરહાજર રહ્યા હતા.જ્યારે ધો.12 આર્ટસમાં આજે તર્કશાસ્ત્રનું પેપર હતું.જેમાં કુલ 794માંથી 23 ગેરહાજર રહેતા 771 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text