હું કોંગ્રેસમાં જ છું અને રહેવાનો : બ્રિજેશ મેરજા

- text


કોંગ્રેસે મને બહુ આપ્યું છે : મોરબી – માળીયાની જનતાનો વિશ્વાસ મારી સાથે છે

મોરબી : રાજ્યમાં ધારાસભ્યોની ઠેકડા – ઠેકડી વચ્ચે મોરબી – માળીયાના કોંગી ધારાસભ્ય બ્રિજેશ મેરજા ભાજપમાં જોડાઈ રહ્યાની વાત વહેતી થતા ધારાસભ્ય મેરજાએ સોશિયલ મીડિયા થકી પ્રજા સામે આવી સ્પષ્ટ કર્યું છે કે હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસ સાથે જ જોડાયેલ રહીશ.

મોરબી – માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આજે સોશ્યલ મીડિયામાં વિડીયો અપલોડ કરી સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે મારા હિતશત્રુઓ મારા વિશે ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે, કોંગ્રેસે મને ઘણું આપ્યું છે કહી કોંગ્રેસ સાથે જ હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.

- text

વધુમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબી માળિયાની પ્રજાએ મારામાં અતૂટ વિશ્વાસ મુક્યો છે એ ક્યારેય નહીં તૂટે અને પ્રજાના કામ માટે હું લોહી રેડી રહ્યો છે, આ સંજોગોમાં તમામ અફવાઓનું ખંડન કરી પોતે કોંગ્રેસમાં જ હોવાનું જણાવ્યું હતું.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text