મોરબી : અબોલજીવોની સેવા ચાકરી કરીને માનવ ધર્મ નીભાવતી સન્નારી

- text


પરિવાર પ્રત્યેની જવાબદારી પૂર્ણ કરવાની સાથે સમય કાઢીને આ પરિણીતા પશુ પક્ષીઓની સેવા પણ કરે છે

મોરબી : લગ્ન પછી પરિણીતા તેનુ સાસરિયુ સાચવે તે બરાબર છે. પરંતુ પરિવારની જવાબદારી સાથે માનવધર્મ નિભાવવા સમય કાઢીને અબોલ જીવોની સેવા ચાકરી કરતી હોય તેવી પરિણીતા ભાગ્યે જ જોવા મળે. આવો જ એક કિસ્સો મોરબીના નિશાબેનનો છે. જે સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે.

- text

મુળ ટંકારાની દીકરી નિશાબેનના લગ્ન મોરબીના મહેતા પરિવારના દીકરા મેહુલ સાથે થયા હતા. પિયર છોડીને સાસરે આવેલા નિશાબેન મહેતાએ નવુ જીવન શરુ કર્યું પરંતુ નાનપણમા અબોલ જીવોનો લગાવ અને તેના પ્રત્યેની કરુણા સાસરે પણ કાયમ રાખી તેની ધરે આજુબાજુ કે રોડ રસ્તા પરના પશુ પક્ષીને વ્હાલ કરી ચણ કે ચણ નાખીને પેટની જઠરાગ્નિ ઠારવા તત્પર હોય છે. માનવ સેવા સાથે અબોલ જીવોની સેવા માટે પણ તત્પર રહેતા આ પરિણીતાના ખોળામાં બિલાડી કબુતર, ચકલી ભય મુક્ત બની રીતસર વ્હાલભેર આળોટે છે. ત્યારે આજના મહિલા દિને આ પરિણીતાનો સેવા યજ્ઞનો કિસ્સો સમાજ માટે અબોલ જીવોની સેવાર્થે પ્રેરણારૂપ છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text