વાંકાનેરના નવારાજાવડલા ગામે ઉપસરપંચ પર હુમલો

- text


રોડ અને ભૂગર્ભ ગટરના કામોના ઠરાવો પસાર કરવા મુદે વિરોધ નોંધાવતા મહિલા સરપંચના પુત્ર સહિત ચાર શખ્સો લાકડીથી તૂટી પડ્યા

વાંકાનેર : વાંકાનેરના નવા રાજાવડલા ગામે ગ્રામ પંચાયતમાં રોડ અને ભૂગર્ભ ગટરના કામોના ઠરાવો પસાર કરવા મામલે ઉપસરપંચે વિરોધ નોંધાવતા ઉશ્કેરાયેલા મહિલા સરપંચના પુત્ર સહિત ચાર શખ્સો તેમને લાકડી વતી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.વાંકાનેર પોલીસે ઉપસરપંચની ફરિયાદ પરથી ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર વાંકાનેરના નવા રાજાવડલા ગામે રહેતા અને રાજાવડલા ગ્રામ પંચાયતના ઉપસરપંચ ઇબ્રાહિમભાઈ હાજીભાઈ મોરડીયા ઉ.વ.50 એ ગામના મહિલા સરપંચના પુત્ર શાહબાદ હુસેનભાઈ વડાવીયા, હનીફ અહમદ વડાવીયા, લતીફ ઉસ્માનભાઈ વડાવીયા, ગની હશનભાઇ વડાવીયા સામે વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે,ગત શુક્રવારે ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચએ આર.સી.સીના રોડ તથા ભૂગર્ભ ગટરના કામો અંગે ઠરાવો પસાર કર્યા હતા,જેથી ઉપસરપંચ તરીકે તેમણે આ ઠરાવોનો વિરોધ કર્યો હતો.આથી આ બાબતનો ખાર રાખીને મહિલા સરપંચના પુત્ર સહિત ચાર શખ્સોએ તેમને લાકડી તથા ઢીકાપાટુનો માર મારીને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી.વાંકાનેર પોલિસે આ બનાવની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

mar

 

- text