મોરબીમાં ડમ્પરની હડફેટે ઘવાયેલા યુવાને દમ તોડ્યો

- text


મોરબી : મોરબીના રફાળેશ્વર પાસે ટ્રક ડમ્પરની હડફેટે ધવાયેલા યુવાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બનાવની મોરબી તાલુકા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર કચ્છ ગાંધીધામના ખોડિયારનગરમાં રહેતા ગીરધારીભાઈ ગોરખાજી ભીલરાણા ઉ.વ.37 નામનો યુવાન ગત તા.26 ફ્રેબ્રુઆરીએ મોરબીના રફાળેશ્વર ગામ નજીક મેગનમ કારખાના પાસેથી પસાર થઈ રહ્યો હતો.તે સમયે જી.જે 03 એ.એક્સ 5244 નંબરના ડમ્પર ચાલકે યુવાનને હડફેટે લેતા તેને ગંભીર ઇજા થવાથી તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના ભાઈ રમેશભાઈ ભીલરાણા એ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ડમ્પર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text